ઝૂલતા પુલ દુર્ઘટના કેસ : પોલીસે મૃતકોના પરિવારજનોના નિવેદનો લેવાનું શરૂ કર્યું

- text


મોરબી : મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનામાં સરકારે વિશેષ તપાસ પંચની નિમણુક કરી છે. આ કેસમાં તપાસના ધમધમાટ વચ્ચે આજે પોલીસે મૃતકોના પરિવારજનોના નિવેદનો નોંધ્યા હતા.

135 લોકોનો ભોગ લેનાર માનવ સર્જિત ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં આજે મોરબી પોલીસે દુર્ઘટનાના મૃતકોના પરિવારજનોના નિવેદનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે રિમાન્ડ પર રહેલા આરોપીઓની હાજરીમાં ગઈકાલે મોરબી ઓરેવા કંપની અને ધાંગધ્રામાં કોન્ટ્રાકટરના ઘરેથી ઝપ્ત કરેલા સાહિત્યની ચકાસણી અને આ અંગે આરોપીઓની પૂછપરછ હાથ ધરી છે. આવતીકાલે શનિવારે સાંજે આ આરોપીઓના રિમાન્ડ પૂર્ણ થઈ રહ્યા છે. ત્યારે પોલીસ તપાસ અને આરોપીની પૂછપરછમાં ઓરેવા કંપનીના માલિક જયસુખ પટેલનું નામ ખૂલ્યું કે નહિ ? તેના જવાબમાં પોલીસે માત્ર તપાસ ચાલુ હોવાનું રટણ કર્યું હતું.

- text

- text