જરૂરિયાતમંદ પરીવારોને ખુશીઓની ભેટ આપી દિવાળીની અનોખી ઉજવણી કરતા નાલંદા વિદ્યાલયના વિદ્યાર્થીઓ

- text


દરેક વિદ્યાર્થી પોતાના ઘરેથી જૂના કપડા, બૂટ-ચપલ, જૂના વાસણો, રમકડા, સ્ટેશનરી આઇટમો વગેરે જેવી વસ્તુઓ સ્કૂલે ભેગી કરી વિવિધ ઝુપટપટ્ટી વિસ્તારમાં 300થી વઘારે પરીવારોને વસ્તુઓ પહોચાડી

શિક્ષકોએ પોતાના ફંડમાંથી મીઠાઈ-ફરસાણનું વિતરણ કર્યું

મોરબી : દિવાળીનો તહેવાર એટલે ખુશાલીનો તહેવાર દિવાળીના દિવસોમાં લોકો નવા કપડાની ખરીદી કરે, મીઠાઇઓ વહેચે, ઘરોને રોશનીથી સજાવી એકબીજાની સાથે ખુશીઓ વહેચી હર્ષાઉલ્લાસથી તહેવાર ઉજવતા હોય છે. ત્યારે નાલંદા વિદ્યાલયના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ જરૂરિયાતમંદ પરીવારો સાથે ખુશીઓ વહેચી દિવાળીની અનોખી ઉજવણી કરી હતી.

દિવાળી મોટાભાગના લોકો પોતાની યથાશક્તિ પ્રમાણે ઉજવણી કરતા હોય છે. પણ શહેરની ઝૂંપટપટ્ટીમાં રહેતા બાળકો સહિતના લોકો ઘરોમાં કયારેય દિવાળી આવતી નથી. તેથી આ પરીવારોમાં પણ દિવાળી જેવી ખુશીઓ આવે એવા વિચાર માત્રથી પ્રેરાય મોરબીની નાલંદા વિદ્યાલયના વિદ્યાર્થીઓ તથા શિક્ષકોએ આ વર્ષે દિવાળીની ઉજવણી કઈક અલગ રીતે કરવાનું નક્કી કર્યું હતું. દરેક વિદ્યાર્થી પોતાના ઘરેથી જૂના કપડા, બૂટ-ચપલ, જૂના વાસણો, રમકડા, સ્ટેશનરી આઇટમો વગેરે જેવી વસ્તુઓ સ્કૂલે ભેગી કરી તેનું સોર્ટિંગ કરી વિદ્યાર્થી અને શિક્ષકોની ટીમ બનાવી મોરબી શહેરના વિવિધ ઝુપટપટ્ટી વિસ્તારમાં 300થી વઘારે પરીવારોને વસ્તુઓ પહોચાડી તેમની ખુશાલીમાં ખુશ થઈ દિવાળીની અનોખી ઉજવણી કરી હતી. તેમજ શિક્ષકોએ પોતાનું ફંડ એકઠું કરી તેની મીઠાઇ-ફરસાણ બનાવીને તેનું બોક્ષ પેકિંગ કરી જરૂરિયાતમંદ પરીવારોને મીઠાઈનું વિતરણ કરી ખરા અર્થમાં તહેવારની ઉજવણી કરી હતી.

- text

વિદ્યાર્થી અને શિક્ષકોએ ખુશીઆ બાટને બઢતી હૈ ની ઉક્તિને ખરા અર્થમાં ચરિતાર્થ કરી હતી. તે બદલ નાલંદા વિદ્યાલયના મેનેજીંગ ટ્રસ્ટી ગામીએ તમામ વિદ્યાર્થી, શિક્ષકો તથા આ અભિયાનને સફળ બનાવવા વાલીઓ તરફથી મળેલા સહયોગ બદલ તમામને અભિનંદન પાઠવ્યા છે.

- text