લાયન્સ ક્લબ ઓફ મોરબી સિટી દ્વારા વૃદ્ધાશ્રમમાં સુખડી અને ગાંઠિયાનું વિતરણ

- text


માળીયા (મી.): લાયન્સ ક્લબ ઓફ મોરબી સિટીના હંગર પ્રોજેક્ટ અંતર્ગત આજરોજ વિજયા દશમીના પાવન પર્વે લાયન્સ ક્લબ ઓફ મોરબી સિટી દ્વારા માળીયા મીયાણા તાલુકાના રાસંગપર ગામ નજીક આવેલા સંગાથ વૃદ્ધાશ્રમમાં 30 જેટલા વડીલોને ચોખ્ખા ઘીની સુખડી અને ગાંઠિયાનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ સુખડી પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા તરફથી અને ગાંઠીયા લા. એ.એસ. સુરાણી તરફથી આપવામાં આવી હતી. આ પ્રોજેક્ટમાં લાયન્સ ક્લબ ઓફ મોરબી સિટીના પ્રમુખ લા. જીગ્નેશભાઈ કાવર, પાસ્ટ પ્રેસિડેન્ટ લા. અમૃતભાઈ સુરાણી તથા પાસ્ટ પ્રેસિડેન્ટ અને ખજાનચી લા. ત્રિભોવનભાઈ ફુલતરીયા અને લા. મહાદેવભાઇ ચીખલીયા ઉપસ્થિત રહ્યા હતા. દશેરાના આ પર્વ પર વડીલોને ભોજન કરાવીને સૌએ આશીર્વાદ મેળવીને ધન્યતા અનુભવી હતી.

- text

- text