મોરબીની લીલાપર ચોકડી પાસેથી ૪૭૫ લીટર કેફીપ્રવાહી સાથે એક ઝડપાયો

- text


એલસીબીની રેઇડમાં કેફીપ્રવાહીની હેરાફેરીમાં વધુ ત્રણના નામ ખુલ્યા

મોરબી : મોરબી એલસીબીએ આજે મોરબીની લીલાપર ચોકડી પાસેથી કેફીપ્રવાહી લીટર ૪૭૫ કિ.રૂ.૯,૫૦૦ તથા રેનોલ્ટ ડસ્ટર ગાડી, મોબાઇલ ફોન મળી કુલ રૂ.૩,૧૪,૫૦૦ ના મુદામાલ સાથે એક આરોપીને ઝડપી લીધો હતો. જો કે એલસીબીની રેઇડમાં કેફીપ્રવાહીની હેરાફેરીમાં વધુ ત્રણના નામ ખુલ્યા હતા.

- text

મોરબી એલ.સી.બી.,પેરોલ ફર્લો સ્કવોડના પોલીસ સ્ટાફના પો.કો. નંદલાલ વરમોરા તથા વિક્રમભાઇ ફુગસીયાને ખાનગી બાતમી મળેલ કે, રેનોલ્ટ કંપનીની સફેદ ડસ્ટર ગાડી નંબર GJ-13-CC-4756 વાળીમાં અલી મામદભાઇ પલેજા તથા તેનો ભાઇ ઇમરાન મામદભાઇ પલેજા રહે. બન્ને મોરબી કાલીકા પ્લોટ વાળાઓએ પોતાની ગાડીમાં કેફી પ્રવાહી મંગાવેલ છે જે ગાડી નવાગામથી લીલાપર બાજુ આવવાની છે જેથી લીલાપર ચોકડી ખાતે ગાડીની વોચ રાખતા ગાડી નંબર GJ-13-CC-4756 વાળી આવતા જેમાં કેફી પ્રવાહી લીટર ૪૭૫ કિ.રૂ. ૯,૫૦૦ તથા રેનોલ્ટ કંપનીની ડસ્ટર ગાડી નંબર GJ-13-CC-4756 કિ.રૂ. ૩,૦૦,૦૦૦ મળી કુલ કિ.રૂ. ૩,૧૪,૫૦૦ ના મુદામાલ સાથે એક આરોપીને મનોજભાઇ મોહનભાઇ સાગઠીયાને ઝડપી લીધો હતો. જ્યારે ફરાર રહેલા આરોપી અલીભાઇ મામદભાઇ પલેજા, ઇમરાન મામદભાઇ પલેજા, ભરતભાઇ શાંતુભાઇ ધાધલને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

- text