લાયન્સનગર પ્રાથમિક શાળામાં નવરાત્રી મહોત્સવની ઉજવણી કરાઈ

- text


મોરબી : શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલી લાયન્સનગર પ્રાથમિક શાળામાં નવરાત્રી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. ગુજરાતની આગવી ઓળખ એટલે પ્રાચીન ગરબા જે જીવંત રાખવાના પ્રયાસ રૂપે શાળાના આચાર્ય અને શિક્ષકોએ પારંપરિક વેશભૂષાનું આયોજન કર્યું હતું.

નવરાત્રી મહોત્સવમાં શાળાના તમામ વિદ્યાર્થીઓ દ્વારા મા જગદંબાની આરાધના કરવામાં આવી હતી તેમજ પારંપરિક વેશભૂષામાં સજ્જ થઈ ગરબા રમવામાં આવ્યા હતા. શાળાના આચાર્ય દ્વારા તમામ શિક્ષકો અને વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

- text

- text