માળીયા હાઇવે ઉપર કીશનગઢ નજીક દારૂ-બીયરનો જથ્થો ભરેલ ટ્રક ઝડપાયો

- text


મોરબી એલસીબી ટીમે 20 લાખથી વધુના મુદ્દામાલ સાથે એકને ઝડપી લીધો

મોરબી : મોરબી એલસીબી ટીમે મોરબી – માળીયા હાઇવે ઉપર કિશનગઢ નજીકથી વિદેશી દારૂ અને બિયરની 11,052 બોટલ સાથે એક શખ્સને ઝડપી લઈ 20 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

મોરબી એલસીબી ટીમના પો.હેડ કોન્સટેબલ નિરવભાઇ મકવાણા, પો કોન્સ. દશરથસિંહ પરમાર તથા ભરતસિંહ ડાભીને મળેલી બાતમીને આધારે માળીયા હાઇવે ઉપર કિશનગઢ નજીક દરોડો પાડી સોખડા ગામનો રહીશ નયન રાયકાભાઇ ગઢવીની માલિકીના ટ્રક ડ્રાઇવર મદન અજુદી કન્છેદી વિશ્ર્વકર્મા નામના શખ્સને ટ્રક નંબર GJ-07-2-7524 સાથે ઝડપી લીધો હતો.

- text

પોલીસે આરોપી નયન રાયકાભાઇ ગઢવીની માલિકી વાળા ટ્રકની તલાસી લેતા ટ્રકમાંથી મદન અજુદી કન્છેદી વિશ્ર્વકર્મા, રહે ધૌરાજ ગામ પોસ્ટ, જેરથ તા.બટીગડ જી.દમોહ (મધ્ય પ્રદેશ)ના કબ્જામાંથી બુલ્સ આઇ કલાસીક બ્લેન્ડેડ વ્હીસ્કીની બોટલો નંગ- ૩૪૮ કી.રૂ. ૧,૦૪,૪૦૦, એડ્રીલ ઓરેંજ વોડકાની બોટલો નંગ ૭૪૪ કી.રૂ. ૨,૨૩,૨૦૦, ઓરેંજ વોડકાની બોટલો ૩૬૪૮ કી.રૂ. ૩,૬૪,૮૦૦, ગોઆ કીક ફીનેસ્ટ સુપીરીયર વ્હીસ્કીની બોટલો નંગ- ૪૮૯૬ કી.રૂ. ૪૮૯૬૦૦ અને કીંગફીશર સ્ટ્રોંગ પ્રીમીયમ બીયરના ટીન નંગ- ૧૪૧૬ કી.રૂ. ૧૪૧૬૦૦/- કુલ નાની મોટી બોટલો નંગ- ૯૬૩૬ કિ.રૂ. ૧૧,૮૨,૦૦૦/- તથા બીયર ટીન નંગ-૧૪૧૬ મળી કુલ રૂ.૧૩,૨૩,૦૦૦ તેમજ ટ્રક નંબર GJ-07-2-7524 કી.રૂ. ૭,૦૦,૦૦ મળી કુલ કી.રૂ. ૨૦,૨૩,૬૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

આ સફળ કામગીરી ઇન્ચાર્જ એલસીબી પીઆઇ એન.એચ.ચુડાસમા, પીએસઆઇ એ.ડી.જાડેજા, એલ.સી.બી.,પેરોલ ફર્લો સ્કવોડ, ટેકનીકલ ટીમ, તથા AHTU મોરબીના સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.

- text