- text
મારુ બુથ મારુ ગૌરવ કાર્યક્રમ અંતર્ગત કોંગ્રેસ દ્વારા ચૂંટણી પ્રચાર
મોરબી : મોરબી માળીયા વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકીય પક્ષો દરેક મતદારોને રીઝવવા માટે નિત નવા ગતકડાં કરી રહ્યા છે. ત્યારે માળિયામાં વિધાનસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસે લોકોને વચનોની લાહણી કરી હતી અને મારુ બુથ મારુ ગૌરવ કાર્યક્રમ અંતર્ગત કોંગ્રેસ દ્વારા વચનની પત્રિકા વિતરણ કર્યું હતું.
મોરબી માળિયા ૬૫ વિધાનસભામા સમાવેશ થતા માળિયા શહેર ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ જગદીશભાઈ ઠાકોરની સુચનાથી કોંગ્રેસનાં વચનની પત્રિકા વિતરણ કરવામાં આવ્યું હતું. ગુજરાતના ૧ કરોડ ૫૫ લાખ પરિવાર સુધી રાહુલ ગાંધીના ૮ વચનોની પત્રિકા પહોંચાડવા મારુ બુથ મારુ ગૌરવ કાર્યક્રમ અંતર્ગત માળિયા શહેર ખાતે લોકસંપર્ક થકી પત્રિકાનું વિતરણ કર્યું હતું.જેમા માળિયા શહેર પ્રમુખ ઈકબાલભાઈ જેડા, માળિયા નગરપાલિકા પ્રમુખ હારુનભાઈ, મોરબી જીલ્લા અો.બી.સી.પ્રમુખ રાજુભાઈ આહિર, મોરબી જીલ્લા સેવાદળ પ્રમુખ રાજુભાઈ જીલરીયા મોરબી જીલ્લા અેસ.સી.પ્રમુખ – દિપકભાઈ પરમાર, મોરબી અોબીસી શહેર પ્રમુખ લખુભા ગઢવી, મોરબી તાલુકા અોબીસી પ્રમુખ લખમણભાઈ, ગુજરાત પ્રદેશ મંત્રી કે.ડી બાવરવા, મોરબી જીલ્લા પુર્વ કાર્યકારી પ્રમુખ લખમણભાઈ કંણજારીયા, મોરબી જીલ્લા મહામંત્રી રમેશભાઈ આહિર સહિતના જોડાયા હતા.
- text
- text