હળવદ માર્કેટિંગ યાર્ડમાં એક અઠવાડિયું હરરાજી કાર્ય બંધ રહેશે

- text


રાષ્ટ્રીય તેમજ ધાર્મિક પર્વને લઈ યાર્ડ દ્વારા રજા જાહેર કરાઈ

હળવદ : હળવદ માર્કેટ યાર્ડમાં આગામી 14 ઓગસ્ટ થી 21 ઓગસ્ટ એમ એક અઠવાડિયું હરરાજી કાર્ય બંધ રહેશે જેની દરેક ખેડૂતોએ નોંધ લેવા માર્કેટયાર્ડ હળવદ દ્વારા કહેવાયું છે.

મોરબી-સુરેન્દ્રનગર જિલ્લામાં સૌથી મોટા ગણાતા હળવદ માર્કેટ યાર્ડમાં 15મી ઓગસ્ટ તેમજ સાતમ-આઠમના તહેવારોને ધ્યાને લઈ એક અઠવાડિયા માટે બંધ રાખવાનો નિર્ણય માર્કેટ યાર્ડ દ્વારા કરવામાં આવ્યો છે યાર્ડના ચેરમેન રણછોડભાઈ પટેલએ જણાવ્યું હતું કે 14 ઓગસ્ટના રોજ રવિવાર હોય તેમ જ 15 મી ઓગસ્ટ એટલે સ્વતંત્રદિન સાથે જ ત્યારબાદ સાતમ-આઠમના તહેવારો આવતા હોય જેને લઇ 14 ઓગસ્ટ થી 21 ઓગસ્ટ એટલે એક અઠવાડિયું યાર્ડમાં હરરાજી કાર્ય બંધ રહેશે જેની દરેક ખેડૂતોએ નોંધ લેવી.

- text

વધુમાં માર્કેટ યાર્ડના સેક્રેટરી મહેશભાઈ પટેલએ જણાવ્યું હતું કે 13 ઓગસ્ટ સવારથી 15 ઓગસ્ટ સાંજ સુધી આપણા ઘર પર તિરંગો લહેરાવી આઝાદી કા અમૃત મહોત્સવના દરેક ખેડૂત મિત્રો ભાગીદાર બને તેવી અપીલ છે સાથે સાથે એ પણ વિનંતી કે રાષ્ટ્રધ્વજનું જાણે અજાણે પણ આપણાથી અપમાન ન થાય એની પણ ખાસ તકેદારી રાખવી.

- text