વાંકાનેરમાં ભંગાર રસ્તા, ખુલ્લી ગટર અને વરસાદી પાણી ભરાવાની સમસ્યા તાકીદે દૂર કરવાની માંગ

- text


એક તો રસ્તો ઉપર ખાડે ખાડા ઉપરથી ભરાયેલા પાણી અને ઢાકણા વગરની ખુલ્લી ગટરની કુંડીઓથી અકસ્માતનો ભય

(ભાટી.એન દ્વારા) વાંકાનેર : વાંકાનેર નગરપાલિકા તાજેતરમાં સપુરસિડ થઈ ગઈ છે અને સતાનું સુકાન વહીવટીદાર છે. જો કે હાલ વાંકાનેરના રસ્તા એટલી હદે ભંગારમાં ફેરવાય ગયા છે કે જ્યાં જુઓ તો રોડ ઉપર ખાડે ખાડા દેખાઈ, સારો રોડથી શોધ્યો પણ ન જડે. આવી સ્થિતિમાં હાલ વરસાદ ચાલુ હોય ખાડામાં પાણી ભરાયેલા હોય અને દૂરથી વાહનોની પાણીને કારણે ખાડા ન દેખાતા તેમજ આવી રીતે ઢાકણા વગરની ખુલ્લી ગટરની કુંડીઓમાં પણ વાહન ચાલકો ખાબકે તેવી સ્થિતિ છે. હાલ વાંકાનેર પાલિકા સુપરસિડ હોય વહીવટદાર પાસે વાંકાનેરની પ્રાથમિક સમસ્યા હલ કરવાની લોક માંગ ઉઠી છે.

વાંકાનેરના સામાકાંઠે રેલવે ફાટકથી મીલ પ્લોટ ચોક ત્યાંથી ધોળીઘાટ થઈ વિશિપરાને ગોડાઉન રોડ સુધીનો અંદાજે ત્રણ કિમીનો રોડ નગરપાલિકા દ્વારા ત્રણ વર્ષ પહેલાં સીસીરોડ બનાવવામાં આવ્યો હતો. પણ આ કામ ઢંગધડા વગરનું અને અપૂર્ણ રહી જતા હાલ આ રોડ ઉપર સિમેન્ટ અને કપચી ગાયબ છે. એની જગ્યાએ ઠેરઠેર ખાડા પડી ગયા છે. લોકોને આ રસ્તો પાર કરવામાં નાકે દમ આવી જાય છે. તેમજ હાલ વરસાદને કારણે ખાડામાં પાણી ભરેલા હોય વાહન ચાલકો ઉપર અકસ્માતનું જોખમ તોળાઈ રહ્યું છે. અધૂરામાં પૂરું નગરપાલિકા ભૂગર્ભ ગટર યોજના લોકો માટે સુખાકારી નહિ પણ દુવિધાયુક્ત બની ગઈ છે. ઠેરઠેર ભુર્ગભ ગટરની કુંડીઓમાં ઢાંકણા ઉખડી ગયા કે તૂટી ગયા છે.

- text

ખુલ્લી ગટરમાં ગમે ત્યારે વાહન ચાલકો ખાબકે તેવી ભીતિ છે. હાલ વરસાદ હોય અને પાણીના કારણે કુંડી ભરેલી દેખાઈ અને કોઈ નીકળવાની કોશિશ કરે તો તરતજ કુંડી અંદર વાહન સાથે ખાબકે એમ છે. જ્યારે વિશિપરા રોડ વચ્ચે વરસાદી પાણીના નિકાલ માટે બનાવેલું નાલું હાલ તૂટી ગયું છે. આથી વિશિપરામાં પાણી ભરાઈ છે અને અકસ્માત થવાની પૂરેપૂરી શકયતા છે. હાલ તો મિલ પ્લોટથી રેલવે ફાટક સુધીનો ખરાબ રોડ મહામુસીબત બની ગયો છે. વચ્ચે લોખંડની ગ્રીલ જ નથી નાખી. ખરાબ રોડ, સ્ટ્રીટલાઈટ, ગટર, વરસાદી પાણી સહિતની ત્રણ ત્રણ વર્ષથી સમસ્યા લોકો વેઠી રહ્યાં છે અને હવે તો નગરપાલિકા સુપરસિડ થઈ એટલે આ બાબતે વહીવટીદાર ધ્યાન આપે તેવી રજુઆત કરાઈ છે.

- text