ગરબા સાથે ઘટશે વજન : રમઝટ ગરબા ધમાલનો શુભારંભ, સોમવારથી ત્રણ દિવસ ફ્રી ડેમો

મેરેજ, બર્થ ડે, સ્કૂલ ફંક્શન સહિતની તમામ કોરિયોગ્રાફી કરી અપાશે 

મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : શુ તમને ગરબાનો શોખ છે અને વજન પણ વધુ છે? તો હવે ગરબા સાથે વજન પણ ઘટાડી શકાશે. શહેરમાં રમઝટ ધમાલનો શુભારંભ થઇ ગયો છે. જેમાં આગામી સોમવારથી ત્રણ દિવસનો ફ્રી ડેમો પણ રાખવામાં આવ્યો છે. તો તેમાં જરૂર પધારો.

મોરબીમાં છેલ્લા 7 વર્ષથી ગરબા કિંગ મયુર સર અને અક્ષય સર દ્વારા રમઝટ ગરબા ધમાલ કાર્યરત છે. જેમાં આસિસ્ટન્ટ તુષાર ચાવડા, ધ્રુવ કાપડિયા, સાગર રાવલ, શક્તિ ઝીંઝુવાડીયા દ્વારા ગરબાના અવનવા સ્ટેપ પોતાની આગવી શૈલીમાં શીખવવામાં આવે છે. ખાસ અહીં સુરતના પ્રખ્યાત દોઢિયા આગવી શૈલીમાં શીખવવામાં આવે છે. આ વર્ષની બેચ અષાઢી બીજના પાવન પર્વથી શરૂ થઈ ગઈ છે. જેમાં તા.4, 5 અને 6 જુલાઈના રોજ ફ્રી ડેમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

અહીંનો સમય બપોરે 3થી રાત્રે 11 સુધીનો રહેશે. લેડીઝ માટે અલગથી લેડીઝ ટીચર પણ છે. જેઓ પર્સનલી ધ્યાન દઈને ગરબાના અવનવા સ્ટેપ શીખવશે. વધુમાં રમઝટ ગરબા ધમાલ દ્વારા મેરેજ કોરિયોગ્રાફી, બર્થ ડે પાર્ટી, સ્કૂલ ફંકશન તેમજ અન્ય બધી કોરિયોગ્રાફી પણ કરી આપવામાં આવે છે.

લિમિટેડ વ્યક્તિઓ માટે જ ફ્રી ડેમો હોય આજે જ રજિસ્ટ્રેશન કરાવો. વધુ વિગત માટે મો.નં. 6352718639 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

સરનામું : ક્રિષ્ના મેરેજ હોલ, પનારા પાન વાળી શેરી, જીઆઇડીસી, શનાળા રોડ, મોરબી