માટી બચાવોના સંદેશ સાથે અમદાવાદના યુવાનોની બાઈક રેલી મોરબી પહોંચી

- text


સ્કૂલના વિદ્યાર્થીઓને માટી ન બચાવીએ તો કેવા પરિણામો આવશે તે અંગેની વિસ્તૃત માહિતી આપી

મોરબી : સદગુરુએ આદરેલું માટી બચાવો અભિયાન દેશોમાં ચલાવવા માટે અમદાવાદના યુવાનો બાઈક લઈને નીકળ્યા છે અને બાઈક રેલી સ્વરૂપે જ અમદાવાદની આ ટીમ માટી બચાવવા માટે જનજાગૃતિ ચલાવી રહી છે. માટી બચાવો અભિયાનના અમદાવાદના યુવાનોની બાઈક રેલી આજે મોરબી પહોંચી હતી.

મોરબીના સામાકાંઠે આવેલ સાર્થક વિદ્યામંદિર ખાતે માટી બચાવો અભિયાનના અમદાવાદના યુવાનોની ટીમે રોકાણ કર્યું હતું. અમદાવાદની આ માટી બચાવો અભિયાનની ટીમે સાર્થક વિદ્યામંદિરના તમામ વિદ્યાર્થીઓને ધરતીની મીઠાશ રૂપી માટી ગુણધર્મો સમજાવી હવે માટે નહીં બચાવીવ તો વિનાશ નોતરશું તેવી પણ ચેતવણી આપી હતી.

માટી બચાવી વિશે સરસ મજાનું વકતવ્ય આપ્યું હતું. બાદમાં સાર્થક વિદ્યામંદિરના સંચાલક કિશોર શુકલના હસ્તે આ બાઈક રેલી ત્યાંથી પ્રસ્થાન થઈ મોરબીના મુખ્યમાર્ગો ઉપર ફરી બાયપાસ થઈ ટંકારા જવા રવાના થઈ હતી.

- text

- text