કોરોનાએ રફતાર પકડી : નવા 7 કેસ નોંધાયા, એક્ટિવ કેસ 23 થયા

- text


 

મોરબી : મોરબી જિલ્લામાં કોરોનાના કેસ વધવાનો સિલસિલો યથાવત રહ્યો છે. આજે 7 નવા કેસો નોંધાયા છે. બીજી તરફ આજની સ્થિતિએ એક્ટિવ કેસનો આંક 23એ પહોંચી ગયો છે.

- text

મોરબી જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા 676 જેટલા દર્દીઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાંથી મોરબી શહેરના 2 અને ગ્રામ્યના 5 દર્દીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બીજી તરફ આજે મોરબીના 2 કોરોનાગ્રસ્ત દર્દી રિકવર થયા છે. હાલની સ્થિતિએ કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 23 થઈ છે.

- text