મોરબીના વોર્ડ નં-6 માં સસ્તા અનાજની દુકાન ખોલવા માંગ

- text


પાલિકાના સદસ્ય દ્વારા જિલ્લા કલેકટરને લેખિત રજૂઆત કરાઈ

મોરબી : મોરબી નગરપાલિકાના સદસ્ય દ્વારા જિલ્લા કલેકટરને લેખિતમાં રજૂઆત કરી વોર્ડ નંબર -6 માં સસ્તા અનાજની દુકાન ખોલવા માંગ કરી છે.

મોરબીના પાલિકા વોર્ડ-નં-13ના સદસ્ય જશવંતી સોનગ્રાએ જિલ્લા કલેકટરને કરેલી લેખિત રજૂઆતમાં જણાવ્યું છે કે વોર્ડ નંબર-6માં આવેલ કબીર ટેકરી વિસ્તારમાં વર્ષો પહેલાં સસ્તા અનાજની દુકાન હતી પરંતુ દુકાનદારે રાજીનામું આપ્યા બાદ આજદિન સુધી અહીં નવી દુકાન ખોલવામાં આવી નથી જેથી રાશન કાર્ડધારકોને વજેપર તથા કાલીકા પ્લોટ વિસ્તારમાં આવેલી સસ્તા અનાજની દુકાને રાસન લેવા લાંબુ થયું પડે છે.

- text

અહીં આ વિસ્તારના લોકો મોટાભાગે ગરીબ અને શ્રમજીવી હોય તેઓને મોંઘાડાટ રિક્ષાના ભાડા ના ખર્ચા કરવા પડે છે.અહીં 6 હજાર જેટલી વસ્તી છે. જ્યારે અગાઉ સસ્તા અનાજની દુકાન હતી ત્યારે 700 જેટલા કાર્ડ હતા જે હાલ અન્ય દુકાનદારને તબ દિલ કરી નાખેલ છે તેથી પ્રજાને પારાવાર મુશ્કેલી ભોગવી પડે છે અને ગરીબ માણસોને સરકાર તરફથી મળતો અનાજનો જથ્થો સમયસર અને નજીકથી મેળવી શકે તે હેતુથી અહીં નિયમો અનુસાર જાહેરનામું બહાર પાડી નવી સસ્તા અનાજની દુકાન ચાલુ કરવા રજૂઆત કરાવી છે.

- text