મોરબીના સાહસિક યુવાને એવરેસ્ટ ઉપર 15800 ફૂટની ઊંચાઈએ લહેરાવ્યો ત્રિરંગો

- text


માઉન્ટ એવરેસ્ટ શિખર સર કરનાર અવિનાશ નેગીના હસ્તે પુરસ્કૃત થયા

મોરબી : મોરબીના સાહસિક યુવાન અજય કાનેટીયાએ માઇનસ 2 ડિગ્રી તાપમાનમાં એવરેસ્ટ શિખર ઉપર 15800 ફૂટની ઊંચાઈએ તિરંગો લહેરાવ્યો છે. આ સિદ્ધિ બદલ તેઓને માઉન્ટ એવરેસ્ટ શીખર સર કરનાર અવિનાશ નેગીએ પુરસ્કાર આપી સન્માનિત કર્યા છે.

મોરબીના અજય કાનેટીયાએ ABVIMAS (Atal Bihari Vajpayee Institute of Mountaineering and Allied Sports)માં 1 જૂનના રોજ બેઝિક માઉન્ટેનિયરિંગ કોર્સ માટે એડમિશન લઇ સફળતા પૂર્વક પોતાનું મિશન પૂર્ણ કર્યું હતું. અજયભાઈ Invincible NGO સંસ્થામાં ચાર વર્ષથી સેવા આપી રહ્યા છે. Invincible NGO આ પ્રકારની એડવેન્ચર પ્રવૃત્તિઓ કરાવી રહી છે. અજયભાઈએ અગાઉ પણ 2020માં 16,400 ફૂટની ઊંચાઈનું માઉન્ટ જગતસુખ શીખર સર કરેલ છે તથા 2022માં Best Volunteer એવોર્ડ દ્વારા સન્માનિત કરવામાં આવેલ છે.

આ બેઝિક માઉન્ટેનિયરિંગ કોર્સમા 28 દિવસની તાલીમ હોય છે અને આ તાલીમમાં અલગ અલગ જગ્યાઓ પર પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે. જેમકે Ice craft, Rock craft અને Snow craft. આ તાલીમ દરમ્યાન માઇનસ 2 ડીગ્રી તાપમાનમાં 15,800 ફૂટની ઊંચાઈએ સીતીધાર બેઝ કેમ્પ પર તિરંગો લહેરાવ્યો‌ અને મોરબીનું ગૌરવ વધાર્યું છે. આ પ્રવૃત્તિઓ બદલ અજય કાનેટિયાને માઉન્ટ એવરેસ્ટ શિખર સર કરનાર અવિનાશ નેગીએ પુરસ્કાર આપીને સન્માનિત કર્યા છે.

- text

- text