સમયસર પ્રોપર્ટી ટેક્ષ ચૂકવો અને ૧૫ ટકાની રાહત મેળવો : હળવદ પાલિકાની જાહેરાત

- text


૩૧/૦૬/૨૦૨૨ સુધીમાં પોતાના બાકી વેરાઓ ભરપાઈ કરશે તે બાકીદારોની ૧૫% ટકાની રકમ માફ કરાશે

હળવદ : હળવદ નગરપાલિકા દ્વારા કરદાતાઓ માટે એક જાહેરાત કરવામાં આવી છે કે જે કોઈ કરદાતાઓ પોતાની પ્રોપર્ટીના ટેક્ષ ભરવા ઇચ્છતા હોય તો તારીખ ૩૧/૦૬/૨૦૨૨ સુધીમાં પોતાના બાકી વેરાઓ ભરપાઈ કરશે તે બાકીદારોને ૧૫%ટકાની રકમ માફ કરવામાં આવશે અને મોટા બાકી દારો માટે આ રાહતના સમાચાર છે.

- text

હળવદના નાના મોટા વેપારીઓ ધંધાર્થીઓ તેમજ વર્ષોથી જે પ્રોપર્ટી ના ટેક્ષ બાકી છે તેવા લોકો જો આ વેરાઓ નગરપાલિકા કચેરી તારીખ ૩૧/૦૬/૨૦૨૨ સુધીમાં ભરસે તો તેને રિબેટ મળશે અને ત્યાર બાદ દરેક પ્રોપર્ટી પર વ્યાજ લાગુ કરવામાં આવશે અને હાલ જે લોકોના નળ કનેક્શન પણ ગેર કાયદેસર છે તેવા લોકોને પણ તત્કાલિક અસરથી નળકનેકશન રેગ્યુલાઈઝ કરી આપવામાં આવશે. જે લોકોના નળ કનેક્શન ગેર કાયદેસર જણાશે તેવા લોકોના કનેક્શન નગરપાલિકા દ્વારા કાપવામાં આવશે. નગરપાલિકાના કરદાતાઓ બાકી વેરાઓ ભરપાઈ કરી સ્થળ પરની જે હકીકત હોય તે રેકર્ડ પર રજુ કરશે તેને નિયમ મુજબ રેગ્યુલાઈઝ કરી આપવામાં આવશે અને હળવદની જનતા માટે તેમજ તેમને વેરાઓ ભરવામાં થોડી રાહત રહે એ હેતુથી ૧૫% ટકા ડિસ્કાઉન્ટની જાહેરાત હળવદ નગરપાલિકા દ્વારા કરવામાં આવી છે.

- text