ખેલ મહાકુંભમાં સમથેરવા ગામની પ્રાથમિક શાળાનો ડંકો

- text


મોરબી જિલ્લા કક્ષાએ ખો-ખો કન્યા ટીમ દ્વિતિય ક્રમાંકે

વાંકાનેર : વાંકાનેર તાલુકાનાં સમથેરવા ગામની પ્રાથમિક શાળા મોરબી જિલ્લા કક્ષાએ ખો-ખો કન્યા ટીમ દ્વિતિય ક્રમાંકે આવી છે.

વાંકાનેર તાલુકાનાં સમથેરવા ગામની પ્રાથમિક શાળાની ખો-ખો કન્યા ટીમે “ખેલ મહાકુંભ” અંતર્ગત મોરબી જિલ્લા કક્ષાએ દ્વિતિય નંબર મેળવી સમથેરવા ગામ અને શાળા પરિવારનું ગૌરવ વધારેલ છે. આગામી સમયમાં આ ટીમના ખેલાડીઓ રાજ્યકક્ષાએ ભાગ લેવા જશે.

- text

આવી જ રીતે ટીમના ખેલાડીઓ પ્રગતિ કરે એવી શુભકામના પાઠવવામાં આવી હતી. સમથેરવા પ્રાથમિક શાળાનાં શિક્ષક ખો-ખો ટીમના કોચ આસીફભાઈ બાંભણીયા અને શાળાના સ્ટાફે હર્ષની લાગણી વ્યકત કરી હતી.

- text