માધ્યમિક શિષ્યવૃતિ પરીક્ષામાં સમગ્ર તાલુકાના ટોપ 5માં વેગડવાવ શાળાના બે વિદ્યાર્થીઓ

- text


હળવદ : હળવદની વેગડવાવ ગામની માધ્યમિક શાળાના બે વિદ્યાર્થીઓ માધ્યમિક શિષ્યવૃતિ પરીક્ષામાં હળવદ તાલુકામાં ટોપ 5માં નંબર મેળવી શિષ્યવૃતિ માટે પસંદગી પામ્યા છે.શાળાના આચાર્ય અને શિક્ષકોએ બંને વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી.

રાજ્ય પરીક્ષા બોર્ડ-ગાંધીનગર દ્વારા માધ્યમિક શિક્ષણ શિષ્યવૃતિ – 2021નું પરિણામ જાહેર થયું હતું.જેમાં હળવદની RMSA સરકારી માધ્યમિક શાળા,વેગડવાવના ધોરણ-9માં અભ્યાસ કરતા બે વિદ્યાર્થીઓ મોરી નેહલ નારાયણભાઈ અને આલ સત્યમ સિંધાભાઈએ માધમિક શિષ્યવૃત્તિ પરીક્ષામાં સમગ્ર ગુજરાતમાં મોરબી જિલ્લામાં હળવદ તાલુકામાં ચોથો અને પાંચમો ક્રમ મેળવી શાળાનું તેમજ વેગડવાવ ગામનું ગૌરવ વધાર્યું છે.આ તકે શાળાના આચાર્ય માધુરીબેન માલવણિયા તેમજ શિક્ષકો કિરીટભાઈ ચૌહાણ અને ભાવેશભાઈ ડાંગર દ્વારા બંને વિદ્યાર્થીઓને અભિનંદન આપી જીવનમાં સફળતાનાં શિખરો સર કરવાની શુભેચ્છાઓ પાઠવી હતી.ગત વર્ષે પણ આ શિષ્યવૃતિ પરીક્ષામાં શાળાના છ વિદ્યાર્થીઓ મેરીટમાં પસંદગી પામ્યા હતા.

- text

- text