મોરબી જિલ્લાના દરેક તાલુકામાં ગુરુવારે જુની પેન્શન યોજના શરૂ કરવા ધારાસભ્યોને આવેદનપત્ર અપાશે 

- text


સંયુક્ત કર્મચારી મોરચો અને પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા ડૉ. આંબેડકરની જન્મજયંતિને પેન્શન અધિકાર દિવસ તરીકે ઉજવાશે

મોરબી : મોરબીમાં બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિને બંધારણ પેન્શન અધિકાર દિવસ તરીકે ઉજવી ગુજરાત રાજ્યમાં નવી પેન્શન યોજના રદ કરી જુની પેન્શન યોજના ફરીથી ચાલુ કરવા ધારાસભ્યોને આવેદનપત્ર આપવામાં આવશે.

‘ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચો’ અને ‘ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ’ દ્વારા તા.14ના રોજ સવારે 10 કલાકે આંબેડકરની પ્રતીમાને ફુલહાર કરી ગુજરાત રાજ્યમાં નવી પેન્શન યોજના રદ કરી જુની પેન્શન યોજના ફરીથી ચાલુ કરવા ધારાસભ્યને આવેદનપત્ર આપશે.ડૉ. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિએ બંધારણ પેન્શન અધિકાર દિવસ તરીકે ઉજવણી કરી અને જુની પેન્શન યોજના પુનઃ સત્વરે ચાલુ કરવામાં આવે અપીલ કરવામાં આવશે.

- text

તાલુકા મુજબ ધારાસભ્યોને આવેદનપત્ર પાઠવવામાં આવશે.જેમાં મોરબી-માળીયા(મી)માં ટાઉનશીપ મોરબી નગરપાલિકામાં રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરેજાને,ટંકારા-પડધરીમાં બાલાજી કોમ્પ્લેક્ષ ખાતે લલિતભાઈ કગથરાને,ધ્રાંગધ્રા-હળવદમાં રાજોધરજી હાઈસ્કૂલ પાસે ટીકર રોડ,હળવદ ખાતે પરસોતમભાઇ સાબરીયા અને વાંકાનેરમાં કુંભારપરા ખાતે મહમદ જાવેદ પીરાજાદાને આવેદનપત્ર આપવામાં આવશે.

- text