મોરબીના ઉંચી માંડલ નજીક સિરામીક ફેકટરીમાં દરોડો : 20 બાળ શ્રમિકો મુક્ત કરાવાયા

- text


બચપન બચાવો અભિયાનની ટીમે બહારની પોલીસ અને મોરબી ચાઈલ્ડ લાઈન ટીમને સાથે રાખી ઓપરેશન હાથ ધર્યું : ગુન્હો નોંધવા તજવીજ

મોરબી : ઔદ્યોગિક નગરી મોરબીમાં અનેક ફેકટરીઓમાં બાળ શ્રમિકો પાસે વેઠ કરવામાં આવતી હોવાનું જગજાહેર છે ત્યારે આજે અમદાવાદની બચપન બચાવો સંસ્થાએ મોરબી ચાઈલ્ડ લાઈનની ટીમને સાથે રાખી ઉંચી માંડલ નજીક સીરામીક ફેકટરીમાં દરોડો પાડી 20 જેટલા બાળ શ્રમિકોને મુક્ત કરાવ્યા હોવાનું બહાર આવ્યું છે.

જાણવા મળતી વિગતો મુજબ મોરબીના ઉંચી માંડલ નજીક આવેલ રામેસ્ટ સિરામીક ફેકટરીમાં બાળ શ્રમિકો પાસે મજૂરી કરાવવામાં આવતી હોવાની બાતમીને આધારે આજે અમદાવાદની બચપન બચાવો અભિયાન સંસ્થા અને મોરબી ચાઈલ્ડ લાઈનની ટીમ દ્વારા જિલ્લા બહારની પોલીસને સાથે રાખી દરોડા પાડવામાં આવતા ફેકટરીમાં 20 જેટલા બાળ શ્રમિકો પાસે મજૂરી કરાવવામાં આવતી હોવાનું ધ્યાને આવ્યું હતું.

- text

જેને પગલે અમદાવાદ અને મોરબીની ટીમ દ્વારા આ તમામ બાળ શ્રમિકોને શોષણમાંથી મુક્ત કરાવી સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફેકટરીના સંચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળે છે.

- text