મોરબીમાં સરકારી મેડિકલ કોલેજ રદ કરવા મામલે “આપ” દ્વારા વિરોધ પ્રદર્શન

- text


મોરબીને ફરી સરકારી મેડિકલ કોલેજ મળે તેવી ઉગ્ર માગણી કરી

મોરબી : મોરબીમાં સરકારી મેડિકલ કોલેજ રદ કરતા લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. આથી મોરબીમાં સરકારી મેડિકલ કોલેજ રદ કરવા મામલે “આપ” દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને મોરબીને ફરી સરકારી મેડિકલ કોલેજ મળે તેવી ઉગ્ર માગણી કરી હતી.

મોરબી જિલ્લાના હકની સરકારી મેડિકલ કોલેનો ઠરાવ રદ કરી પ્રાઈવેટ મેડિકલ કોલેજ નો ઠરાવ પસાર કરીને મોરબી જિલ્લાને થયેલા અન્યાય વિરુદ્ધ આજે આમ આદમી પાર્ટી મોરબી જિલ્લા દ્વારા પ્રદેશ સંગઠન મંત્રી અજીતભાઈ લોખીલ અને મોરબી જિલ્લા પ્રભારી સીવાજીભાઈ ડાંગરના માર્ગદર્શન હેઠળ અને મોરબી જિલ્લા પ્રમુખ વસંતભાઈ ગોરીયાની આગેવાની હેઠળ મોરબી જિલ્લા ટીમ તથા મોરબી જિલ્લાના તાલુકાઓ તથા શહેરની ટીમ સાથે રાખી આ ભષ્ટ્ર ભાજપ સરકાર સામે વિરોધ પ્રદર્શન કરી મોરબીને ફરી સરકારી મેડિકલ કોલેજ મળે તેવી ઉગ્ર માગણી કરી અને ભષ્ટ્ર ભાજપ સરકાર સામે નારા લગાવી વિરોધ કર્યો હતો.

- text

- text