મોરબીની એલ.ઇ.કોલેજ ડિપ્લોમાના અધિકારીઓએ આજે કાળો દિવસ ઉજવ્યો

- text


નવી પેન્શન યોજના રદ કરી જૂની પેન્શન યોજના ફરી લાગુ કરવા માંગ

મોરબી : નવી પેન્શન યોજના રદ કરવા બાબતે આજરોજ મોરબીની એલ.ઇ.કોલેજ ડિપ્લોમામાં ફરજ બજાવતા અધિકારીઓએ આજે કાળા કપડા પહેરી નવી પેન્શન યોજનાનો વિરોધ નોંધાવ્યો હતો.નેશનલ ઓલ્ડ પેન્શન રિસ્ટોરેશન યુનાઇટેડ ફ્રન્ટ આ અંગે ચળવળ ચલાવવામાં આવી હતી.જેને પોલિટેકનિક અધ્યાપક મંડળ દ્વારા સમર્થન આપવામાં આવેલ હતું.

- text

સરકારી કર્મચારીઓ માટે અન્યાયી એવી નવવર્ધિત પેન્શન યોજનાને બંધ કરી તેના સ્થાને જૂની પેન્શન યોજના લાગુ કરવા માટે નેશનલ ઓલ્ડ પેન્શન રિસ્ટોરેશન યુનાઇટેડ ફ્રન્ટના રાષ્ટ્રીય તેમજ ગુજરાત રાજ્યના યુનિટ દ્વારા ચળવળ ચલાવવામાં આવી હતી.જેના અન્વયે આજ તા.1ના રોજ કાળા દિવસ તરીકે મનાવવાનું નક્કી કરવામાં આવેલ હતું.જેને પોલિટેકનિક અધ્યાપક મંડળ દ્વારા સમર્થન આપવામાં આવેલ હતું.જે અંતર્ગત મોરબીની એલ.ઇ.કોલેજ ડિપ્લોમામાં ફરજ બજાવતા અધિકારીઓએ આજે કાળા કપડા પહેરી નવી પેન્શન યોજનાનો વિરોધ નોંધાવ્યો હતો.

- text