મોરબી તાલુકા પંચાયત કર્મીઓએ કાળી પટ્ટી ધારણ કરી નવી પેન્શન યોજનાનો વિરોધ કર્યો

- text


જૂની પેન્શન યોજના લાગુ કરવા માંગણી કરી

મોરબી : આજે ઠેર-ઠેર જગ્યે ગુજરાત રાજ્યના તમામ કર્મચારીઓ નવી પેન્શન યોજનાનો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.ત્યારે મોરબી તાલુકા પંચાયતના કર્મચારીઓએ કાળી પટ્ટી ધારણ કરી નવી પેન્શન યોજના રદ કરવા અને જૂની પેન્શન યોજના લાગુ કરવા માંગણી કરી હતી.

- text

ગુજરાત રાજ્યના તમામ કર્મચારીઓ નવી પેન્શન યોજનાના વિરોધમાં અને જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગ માટે આંદોલનના ભાગરૂપે કાળી પટ્ટી અથવા કાળા કપડાં પેહરી ફરજ બજાવનાં હોય.જેના ભાગરૂપે મોરબી તાલુકા પંચાયતના તમામ કર્મચારીઓ આજરોજ કાળી પટ્ટી ધારણ કરી જૂની પેન્શન યોજનાનો વિરોધ દર્શાવ્યો હતો.જેમાં વી.એમ.જીવાણી,આર.આર.પટેલ,કે.કે.મહેતા,ડી.સી.દેત્રોજા,ડી.પી.કાકડીયા,પી.આર.ગઢીયા,જે.બી.પરમાર એચ.ડી.કુંડારીયા,એ.એમ.સુમરા કાળી પટ્ટી ધારણ કરી નવી પેન્શન યોજનાનો વિરોધ દર્શાવ્યો હતો.

- text