મોરબીમાં સીટી અને તાલુકાનું એક જ જનસેવા કેન્દ્રથી લોકોને હાલાકી

- text


હાલની શહેર મામલતદાર કચેરીમાં નેટ કનેક્ટિવિટીની સમસ્યા અને જગ્યાનો પણ અભાવ હોવાથી જનસેવા કેન્દ્ર શરૂ ન થયું, જૂની એસપી કચેરીમાં જગ્યા મળી પણ હજી ખાલી ન થઈ

મોરબી : મોરબીમાં થોડા વર્ષ પહેલા જ સીટી અને તાલુકા મામલતદાર કચેરી અલગ કરી નાખી હોવા છતાં લોકો માટે મહત્વની જનસેવા કેન્દ્રની સુવિધા શરૂ કરવામાં હજુ પણ અવરોધ સર્જાયો છે. જેમાં હાલની શહેર મામલતદાર કચેરીમાં નેટ કનેક્ટિવિટીની સમસ્યા અને જગ્યાનો પણ અભાવ હોવાથી જનસેવા કેન્દ્ર શરૂ ન થયું અને જૂની એસપી કચેરીમાં શહેર મામલતદાર માટે 3 મહિનાથી જગ્યા ફાળવી છે પણ કચેરી ખાલી ન થતા લોકોને હાલાકી

- text

મોરબી શહેર મામલતદાર કચેરીના સ્ટાફ પાસેથી જાણવા મળતી વિગતો મુજબ અગાઉ વહીવટી કારણોસર અને લોકોની સુવિધા ખાતર થોડા સમય વર્ષ પહેલાં મોરબીની તાલુકા મામલતદાર કચેરીનું વિભાજન કરીને સીટી મામલતદાર કચેરી અને તાલુકા મામલતદાર કચેરી એમ બન્ને અલગ કરી નાખવામાં આવી હતી. પણ લોકો માટે મહત્ત્વનું જનસેવા કેન્દ્ર હજુ સુધી શરૂ થઈ શક્યું નથી. આ સુવિધા સીટી મામલતદાર કચેરીમાં ચાલુ કરવાની હતી. પરંતુ હજુ સુધી ચાલુ ન થતા લોકોની પરેશાની વધી રહી છે. હાલ વીસીપરામાં આવેલી મામલતદાર કચેરીમાં રેલવેને કારણે નેટ કનેક્ટિવિટી ન મળતા અને જગ્યાનો અભાવ હોવાથી આ સુવિધા શરૂ થઈ નથી. જ્યારે 3 મહિના પહેલા આ કચેરીને વેજીટેબલ રોડ ઉપર આવેલી જૂની એસપી કચેરી ખાતે શિફ્ટ કરવાની વાત કરાઈ હતી. પણ ત્યાં જૂની કચેરીઓ ખાલી ન થતા હજુ જગ્યા મળી નથી.આથી હાલ આવકના દાખલા, ક્રિમિલેયર સર્ટી સહિતના કામો માટે તાલુકા મામલતદાર કચેરીમાં લોકોની મસમોટી લાઈનું લાગે છે અને લોકોને હાલાકી પડી રહી છે આ હાલાકીનો ધ્યાને લઈને સામાજિક કાર્યકર પી.પી.જોશીએ વહેલીતકે શહેર જનસેવા કેન્દ્ર શરૂ કરવાની માંગ ઉઠાવી છે.

- text