હળવદ અને ટંકારામાં જુની પેન્શન યોજના લાગુ કરવા બ્લેકપટ્ટી પહેરી શિક્ષકોએ માંગણી દોહરાવી

- text


હળવદ : હળવદ તાલુકામાં પ્રાથમિક શિક્ષણ સંઘ તેમજ ટંકારા તાલુકાના શિક્ષકોએ નવી પેન્શન યોજનાનો કાળી પટ્ટી પહેરી વિરુદ્ધ કર્યો હતો.નવી પેન્શન યોજના રદ કરી જુની પેન્શન યોજના લાગુ કરવા શિક્ષકોએ માંગણી કરી હતી.

મોરબી જીલ્લા,ટંકારા તાલુકો તેમજ હળવદ તાલુકા પ્રાથમિક શિક્ષણ સંઘ દ્વારા નવી પેન્શન યોજના રદ કરી જુની પેન્શન યોજના લાગુ કરવા કાળી પટ્ટી ધારણ કરી સોસિયલ તેમજ ઇલેક્ટ્રોનિક મિડીયામાં વિરુદ્ધ પ્રદર્શનનું એલાન કરવામાં આવ્યું હતું. હળવદ તાલુકામાં પ્રાથમિક શિક્ષણ સંઘ દ્વારા તેમજ ટંકારામાં શિક્ષકો દ્વારા વિરુદ્ધ કરવામાં આવ્યો હતો.જુની પેન્શન યોજનાની માંગ સાથે શાળાએ 15 મિનિટ વહેલા પહોચી કાળી પટ્ટી ધારણ કરી ધરણા કરવામાં આવી હતી. મોરબી જીલ્લા,ટંકારા તાલુકાના શિક્ષકો તેમજ હળવદની તમામ શાળાઓમાં શિક્ષકો દ્વારા વિરુદ્ધ કરી સરકાર પાસે જુની પેન્શન યોજના શરુ કરવા માંગ કરી હતી

- text

- text