મોરબીમાં કાલે શનિવારે વૃક્ષદેવ પરિચય કાર્યશાળા યોજાશે

- text


મોરબી : ભારત વિકાસ પરિષદ મોરબી તથા પરિશ્રમ ઔષધિ વન મોરબી દ્વારા ” વૃક્ષદેવ પરિચય કાર્યશાળા ” નું આયોજન કરવામાં આવ્યું છે.આ કાર્યશાળામાં વૃક્ષોની લાક્ષણિકતા,પરિચય અને ઔષધીય ઉપયોગીતા વિશે માર્ગદર્શન આપવામાં આવશે.

વિશ્વની શ્રેષ્ઠ અને પ્રાચીનતમ આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિનો સમાજના પ્રબુદ્ધ નાગરિકોમાં પ્રચાર,પ્રસાર અને ઉપયોગીતા અંગેની સમજ જાગૃત થાય તે હેતુથી ” વૃક્ષદેવ પરિચય કાર્યશાળા” નું આયોજન કરવામાં આવ્યું છે.આ કાર્યશાળામાં વૃક્ષોની લાક્ષણિકતા,પરિચય અને ઔષધીય ઉપયોગીતા વિશે વૈદ કિરીટસિંહ ઝાલા માર્ગદર્શન આપશે.

- text

આ કાર્યક્રમ આવતીકાલે તા.2ના રોજ શનિવારના રોજ સાંજે 5 કલાકે આર્ય ગ્રામ,શનાળા ઘુનાડા રોડ,સભારાવાડી પ્રાથમિક શાળાની બાજુમાં,શનાળા પટેલ સમાજ વાડીની સામે,મોરબી ખાતે આયોજન કરવામાં આવ્યું છે.આ કાર્યક્રમમાં પરિશ્રમ ઔષધિ વન-મોરબીના દેવેન્દ્રસિંહ જાડેજા,ભારત વિકાસ પરિષદ મોરબીના મંત્રી અશ્વિનભાઈ રાઠોડ અને ભારત વિકાસ પરિષદ મોરબીના પ્રમુખ ડો.જયેશભાઈ પનારા ઉપસ્થિત રહેશે.

- text