રૂપિયા 51 લાખની લેમિનેટ્સ શીટ સાથે સાળો ઝડપાયો, બનેવી ફરાર

- text


નેપાળ મોકલવાયેલ લેમિનેટ્સ શીટ લઈ ટ્રક ચાલક નાસી છૂટવાના કેસમાં મોરબી પોલીસે ઉત્તરપ્રદેશના આઝમગઢથી 5775 લેમીનેટ્સ શીટ સાથે એક આરોપીને પકડી પાડ્યો

મોરબી : મોરબીની પેઢીએ 5775 લેમીનેટ્સ શીટ ટ્રાન્સપોર્ટર મારફતે નેપાળ મોકલાવ્યા બાદ નિયત સમયમાં ટ્રક ચાલક નેપાળ ન પહોંચતા ટ્રક ચાલકે આચરેલી અડધા કરોડથી વધુની છેતરપિંડી મામલે સિટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાયા બાદ આ પ્રકરણમાં પોલીસે ઉત્તરપ્રદેશના ગાજીપુરથી ટ્રકના ક્લીનર અને મુખ્ય સૂત્રધાર આરોપીના સાળાને 51 લાખની લેમિનેટ્સ શીટ તેમજ ગુન્હાના કામે ઉપયોગમાં લેવાયેલ ટ્રક સાથે ઝડપી લીધો છે.

મોરબી નાયબ જિલ્લા પોલીસવડા મુનાફખાન પઠાણ દ્વારા પત્રકાર પરિષદમાં વિગતો આપતા જણાવ્યું હતું કે, મોરબીમાં જોબવર્કથી પ્લાયવુડ અને લેમીનેટ્સ સીટ બનાવડાવી સપ્લાય કરવાનું કામ કરતી કઝારીયા પ્લાયવુડ નામની પેઢીના મેનેજર દીપકભાઇ મનસુખભાઇ ઘોડાસરાએ ઉત્તરપ્રદેશ આઝમગઢના ગોપાલપુર સરદહા બજાર, મહારાજ ગંજ ખાતે રહેતા ટ્રક ચાલક દીલીપકુમાર અભીમન્યુ સીંગ વિરુદ્ધ સિટી બી ડિવિઝન પોલીસ મથકમાં છેતરપિંડી, વિશ્વાસઘાત કરી અડધા કરોડથી વધુ કિંમતની લેમીનેટ્સ શીટ નેપાળ નહિ પહોંચાડી હડપ કરી જવા મામલે ગત તા.15ના રોજ ફરિયાદ નોંધાવી હતી.

- text

વધુમાં ફરિયાદ મુજબ તા.25 ફેબ્રુઆરીના રોજ મોરબીથી 5775 નંગ લેમીનેટ્સ શીટ કિંમત રૂપિયા 51,97,544 કેશરીચંદા અનવરલાલ એન્ડ કંપની નેપાળ ખાતે પહોચાડવા માટે શર્મા ટ્રાન્સપોર્ટરના માધ્યમથી ટ્રક નં. યુપી -50-સીટી-087મા ભરી મોકલાવેલ હતો. પરંતુ આરોપી ટ્રક ચાલકે આજદિન સુધી કેશરી ચંદા અનવરલાલ એન્ડ કંપની નેપાળ ખાતે લેમીનેટ્સ શીટ ન પહોંચાડતા આ મામલે મોરબી સિટી બી ડિવિઝન પોલીસે આરોપી ટ્રક ચાલક વિરુદ્ધ આઈપીસી કલમ ૪૦૬, ૪૨૦, ૪૦૭ મુજબ ગુન્હો નોંધી ટ્રક ચાલકને ઝડપી લેવા પોલીસની ટીમને ઉત્તરપ્રદેશ મોકલી હતી.

આ કેસમાં ઉત્તરપ્રદેશ ગયેલી પોલીસ ટીમને મહત્વની સફળતા મળી હતી અને આરોપીઓ દ્વારા છેતરપિંડીથી મેળવાયેલ લેમિનેટ્સ શીટ સસ્તાભાવે વેચી નાખવા દુકાન શરૂ કરવામાં આવી હોવાનું સામે આવતા પોલીસ ટીમે આરોપી કિશનસિંહ રાજેશસિંહ રાજપૂત કે જે મુખ્ય સૂત્રધાર અને ટ્રક ચાલક દિલીપસિંઘનો સાળો થતો હોય પોલીસે ગાજીપુર ખાતેથી આરોપીને 51 લાખની કિંમતની લેમિનેટ્સ શીટ અને ગુન્હાના કામે ઉપયોગમાં લીધેલા ટ્રક સહીત ઝડપી લીધો હતો.

આ સફળ કામગીરી સીટી બી ડિવિઝન પોલીસ મથકના પીઆઇ પી.એ.દેકાવાડીયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એલ.એન.વાઢિયા, હેડ કોન્સ્ટેબલ મહેન્દ્રસિંહ ઝાલા, વિજયભાઈ ચાવડા, પોલીસ કોન્સ્ટેબલ સંજયભાઈ લકુમ અને ઇન્દ્રવિજયસિંહ પરમાર સહિતનાઓએ કરી હતી.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

 

- text