મોરબી જિલ્લા ન્યાયખાતા નોન જ્યુડીશ્યલ કર્મીઓએ નવી પેન્શન યોજનાનો વિરોધ કર્યો

- text


જુની પેન્શન યોજનાની માંગ સાથે કાળી પટ્ટી પહેરી આજનો દિવસ કાળા દિવસ ત૨ીકે ઉજવ્યો

મોરબી : ગુજરાત રાજય સરકારના લાખો કર્મચારીઓને જુની પેન્શન યોજના લાગુ પાડવા NOPRUF ગુજરાત ટીમના હોદ્દેદારોએ મુખ્યમંત્રીને રજુઆત કરી હતી.2005માં નવી પેન્શન યોજના લાગુ થતા અદાલતોમાં ફ૨જ બજાવતા કર્મચારીઓએ કાળી પટ્ટી પહેરી આજનો દિવસ કાળા દિવસ ત૨ીકે ઉજવ્યો હતો.

NOPRUF ગુજરાત ટીમના હોદ્દેદારો દ્વારા તા.23/03ના રોજ ગુજરાત રાજયના મુખ્યમંત્રીને ગુજરાત રાજય સરકારના લાખો કર્મચારીઓને જુની પેન્શન યોજના લાગુ પાડવા બાબતે રજુઆત કરવામાં આવેલ હતી.જે રજુઆતના ભાગરૂપે ગુજરાત રાજયના કર્મચારીઓની માંગણીને વાચા આપવા તેમજ કર્મચારીઓમાં જાગૃતી ફેલાવવા માટે વિવિધ કાર્યક્રમો આપેલા હતા.તે કાર્યક્રમો પૈકી નવી પેન્શન યોજના સને 2005ની તા.1લી એપ્રિલના રોજ ગુજરાત રાજ્યમાં લાગુ કરવામાં આવેલ હોવાથી તેના વિરોધમાં આજ તા1/4ના રોજ કાળા દિવસ ત૨ીકે ઉજવવાનું નકકી ક૨વામાં આવેલ હતું.

- text

ગુજરાત ન્યાયખાતા કર્મચારી મહામંડળ દ્વારા ગુજરાત રાજયની તમામ અદાલતોમાં ફ૨જ બજાવતા કર્મચારીઓને આજ તા.1ના રોજ કાળીપટ્ટી પહેરી નવી પેન્શન યોજનાનો વિરોધ કરી જુની પેન્શન યોજના અમલમાં લાવવા માટે વિરોધ પ્રદર્શીત કરવા અને NOPRUF ગુજરાતની ટીમ દ્વારા આપવામાં આવેલ કાર્યક્રમને દરેક જીલ્લામાં સફળ બનાવવા આહવાન કરવામાં આવેલ હતું.જેથી મોરબી જીલ્લાની તમામ અદાલતોમાં ફરજ બજાવતા કર્મચારીઓએ આજ તા.1ના રોજ કાળી પટ્ટી પહેરીને નવી પેન્શન યોજનાનો વિરોધ કરી આ કાર્યક્રમને સફળ બનાવ્યો છે.

- text