ટંકારાના ભૂતકોટડા ગામે ઘઉંના ઉભા પાકમાં આગ ભભૂકી

- text


આગમાં બે વિધામાં ઉભેલા ઘઉંનો પાક બળીને ભસ્મીભૂત

ટંકારા : ટંકારાના ભૂતકોટડા ગામે આજે એક ખેતરમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આ આગમાં બે વિધામાં વાવેલા ઘઉંનો પાક લપેટમાં આવી જતા આ ઘઉંનો પાક બળીને ભસ્મીભૂત થઈ ગયો હતો. જો કે સદનસીબે આગની આ ઘટનામાં જાનહાની થઈ ન હતી.

- text

આગની ઘટનાની પ્રાપ્ત વિગતો અનુસારટંકારા તાલુકાના ભુતકોટડા ગામે રહેતા ખેડૂત બેચરભાઈ ડાયાભાઈ દુબરીયાના ખેતરમાં આજે કોઈ કારણોસર આગ લાગી હતી અને જોતજોતામાં આ આગમાં ખેતરમાં વાવેલો ઘઉંનો પાક લપેટમાં આવી જતા ઘઉંનો પાક સળગી ઉઠ્યો હતો. જો કે,ગામલોકો દ્વારા ટેકટર અને હાથવગા સાધનો થકી આગ કાબુ મેળવાયો હતો. પરંતુ ચાર વિધામાથી બે વિધામાં વાવેલા ઘઉંનો પાક ભસ્મીભૂત થઈ ગયો હતો. આથી મોઢે આવેલો કોળિયો છીનવાઈ જતા ખેડૂત મુશ્કેલીમાં મુકાઈ ગયા છે.

- text