લાલપરમાં રિયલ પ્લાઝા નજીક વીજપોલ જોખમી હાલતમાં

- text


રાહદારીઓ અને વાહનચાલકો પર અકસ્માત અને વીજશોકનો ખતરો

મોરબી : મોરબી તાલુકાના લાલપર ગામમાં રિયલ પ્લાઝા નજીક વીજપોલ જોખમી હાલતમાં જોવા મળ્યો છે. જેના કારણે રાહદારીઓ અને વાહનચાલકો પર અકસ્માત અને વીજશોકનો ખતરો તોળાઈ રહ્યો છે.

લાલપર ગામમાં રિયલ પ્લાઝા-1 નજીક રોડ પર આવેલો વીજળીનો થાંભલો નીચેના ભાગમાં તૂટી ગયો છે. આથી, વીજપોલ એક બાજુ સહેજ નમી ગયો છે. જેના લીધે તે થાંભલો ગમે ત્યારે પડી જાય તેવી સંભાવના રહેલી છે. આથી, ઈલેક્ટ્રીસીટી પોલ નજીકથી પસાર થતા રાહદારીઓ અને વાહનચાલકો ઉપર અકસ્માત થવાનો અને વીજશોક લાગવાનું જોખમ છે. ત્યારે કોઈ દુર્ધટના ઘટે તે પહેલા તંત્ર દ્વારા વ્હેલી તકે આ થાંભલાનું સમારકામ કરવામાં આવે તેવી સ્થાનિકો અને દુકાનદારોમાં માંગ ઉઠી છે.

- text

- text