મોરબીમાં પરશુરામ ધામ અને બ્રહ્મવિકાસ પરિષદ દ્વારા બ્રહ્નસમાજ માટે “ધ કાશ્મીર ફાઈલ્સ”નો વિશેષ શો યોજાયો 

- text


મોરબી : મોરબીમાં પરશુરામ ધામ ટ્રસ્ટ તેમજ સમસ્ત બ્રહ્મવિકાસ પરિષદના સંયુક્ત ઉપક્રમે બ્રહ્નસમાજ માટે “ધ કાશ્મીર ફાઈલ્સ” ફિલ્મનો વિશેષ શો યોજાયો હતો.

- text

આજ રોજ પરશુરામ ધામ ટ્રસ્ટ તેમજ સમસ્ત બ્રહ્મવિકાસ પરિષદના સંયુક્ત ઉપક્રમે 1990માં કાશ્મીરમાં પંડિતો ઉપર થયેલા અત્યાચારની વસ્તવિકતા દર્શાવતી ફિલ્મ “ધ કાશ્મીર ફાઈલ્સ” મોરબીના ભુદેવોને બતાવવામાં આવી હતી. આ તકે પરશુરામ ધામના પ્રમુખ ભુપતભાઈ પંડ્યા, SBVPના મિલેશભાઈ જોશી, નિરવભાઈ ભટ્ટ, રવીન્દ્રભાઈ ત્રિવેદી અને જયદીપભાઈ ઠાકર દ્વારા તમામ આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે 200થી વધુ બ્રહ્મબંધુ તથા ભાગીનીઓ અને અગ્રણીઓ ઉપસ્થિત રહેલ હતા.

- text