વાંકાનેર ઘીયાવડ પ્રાથમિક શાળામાં સલાડ ડેકોરેશન સ્પર્ધા યોજાઈ

- text


વિજેતા કન્યાઓને સોનાના દાણા ઇનામ તરીકે અપાયા

વાંકાનેર : ઘીયાવડ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીનીઓ માટે સલાડ ડેકોરેશન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.વિજેતા કન્યાઓને સોનાના દાણા ઇનામ તરીકે આપવામાં આવ્યા હતા.

ઘીયાવડ પ્રાથમિક શાળા તા. વાંકાનેરમાં બાળકોની સર્જનાત્મકતા ખીલવવા અને સહ અભ્યાસીક પ્રવૃત્તિ દ્વારા શાળામાં નિયમિતતા વધારવાની બાબત ને ધ્યાનમાં રાખીને ધોરણ – 1 થી 8 ની કન્યા ઓ માટે ” સલાડ ડેકોરેશન સ્પર્ધા ” નું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં કન્યાઓએ ઉત્સાહથી ભાગ લીધો હતો.અવનવા સલાડ ડેકોરેશન કરેલ હતા.

- text

શાળાના શિક્ષક નમ્રતાબા વિરેન્દ્રસિંહ પરમારના પ્રયત્નોથી ધોરણ દીઠ એક વિજેતા એમ કુલ આઠ વિજેતા કન્યાઓને દાતા જુગલભાઈ હર્ષદરાય ચોટાઈ તેમજ તેમના જુડવા ભાઈ જીજ્ઞેશ હર્ષદરાય ચોટાઇ ( શિખંડ સમ્રાટ ઇન્દ્રપ્રસ્થ વાળા,જામનગર ) તરફથી પોતાના જન્મદિવસ નિમિતે સોનાના દાણા ઇનામ તરીકે આપીને કન્યાઓને પ્રોત્સાહિત કર્યા હતા.પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડીને જન્મદિવસની ઉજવણી કરી હતી.સ્પર્ધાને સફળ બનાવવા શિક્ષક નમ્રતાબા,કવિતાબેન,મીરલબેન,રવજીભાઇ,દિનેશભાઇ એ જહેમત ઉઠાવી હતી.

- text