ટંકારા પંથકમાં ઠેર-ઠેર હોળી પ્રગટાવી પૂજન કરાયું

- text


આર્ય સમાજ દ્વારા વૈદિક હોળી પ્રજ્વલિત કરાઇ

ટંકારા : ટંકારા શહેર ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં રાત્રિના હોલિકા દહન યોજાયું હતું. હોળીની ઝાળ ઈશાન દિશા તરફ જતી જણાઈ હોવાથી વર્ષ સારૂ રહેવાની ધારણા બંધાઈ છે. ગ્રામ્ય વિસ્તારોમાં આજે પણ ઉલખે અને આંધળોપાટો રમતગમત થકી આ તહેવાર ઉજવવામાં આવે છે.

ટંકારા શહેરમાં 25 જેટલી હોળી દહન થાય છે. જેમા રાજબાઈ ચોક, શ્રી લક્ષ્મીનારાયણ મંદિર, લો વાસ, ધેટીયા વાસ, ઉગમણાનાકે, ગાયત્રી નગર, જીવાપરા શેરી, ભરવાડ વાસ, ત્રણ હાટડી, સોસાયટી સહિતની જગ્યા પર નકારાત્મકતાનો નાશ કરવા અને સકારાત્મક ઉર્જાનો સંચય માટે ગઈકાલે લોકોએ હોળી માતાને પ્રાર્થના કરી હતી.

આ તકે આર્ય સમાજ ટંકારા દ્વારા પણ હોળી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં આર્યો પધાર્યા હતા અને સાંજે રાત્રીના 8:30 કલાકે વૈદિક હોળીનું પ્રાગટ્ય થયું હતું.

કાર્યક્રમની વિશેષતા એ હતી કે આ વૈદિક હોળી યજ્ઞ દ્વારા પ્રજ્વલિત કરવામાં આવી હતી. જેમા દલિત સમાજના યુગલો અને ઉપદેક મહાવિદ્યાલય ટ્રસ્ટના બ્રહ્મચારીઓએ સાથે મળીને વેદના મંત્રોચ્ચાર દ્વારા આહુતિ આપીને હોળીના પર્વની ઉજવણી કરી હતી. બાદમાં આચાર્ય આર્ય નરેશભાઈએ તહેવારોનું મહત્વ અને ધર્મને અનુરૂપ અને વર્તમાન સમયમાં શું જરૂરી છે તે જણાવ્યું હતું.

- text

આ સાથે ચાર જૂથમાં મળીને વેદના મંત્રોચ્ચાર દ્વારા શહેરની 20 જેટલી હોળીઓ માટે આર્યવીર દળ આહુતિ આપી મંત્રોચ્ચાર કરવા માટે ગયા હતા, જેની સૌ આતુરતાથી રાહ પણ જોતા હોય છે.

- text