મોરબીમાં પાણીમાં ડૂબી જતાં મહિલાનું મૃત્યુ

- text


મોરબી : મોરબીમાં રવાપર રોડ ઉપર ભગવતી એપાર્ટમેન્ટ અને ગંગાદર્શન એપાર્ટમેન્ટની બાજુમા રહેતા કલ્પનાબેન જનકભાઇ તમતા ઉ.30 નામના મહિલા પાણીમાં ડૂબી જતાં સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ફરજ ઉપરના તબીબે મૃત જાહેર કર્યા હતા. ઘટના અંગે સિટી એ ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી બનાવનું કારણ જાણવા તપાસ શરૂ કરી છે.

- text