ટંકારાની લાઈફ લિંક્સ વિદ્યાલયમાં વિવિધ સ્પર્ધાઓ યોજાઈ

- text


એન.સી.ડી. સેલ જનરલ હોસ્પિટલ દ્વારા આયોજન

ટંકારા : ટંકારામાં જિલ્લા એન.સી.ડી. સેલ જનરલ હોસ્પિટલ દ્વારા લાઈફ લિંક્સ વિદ્યાલયમાં વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું.

જિલ્લા એન.સી.ડી.સેલ જનરલ હોસ્પિટલ- મોરબી (નેશનલ મેન્ટલ હેલ્થ-અવેરનેશ પ્રોગ્રામ) આયોજિત લાઈફ લિંક્સ વિદ્યાલય- ટંકારામાં ગત તા. ૦૫/૦૩/૨૦૨૨ ના રોજ વકતૃત્વ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા તેમજ ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું. તેમાં માધ્યમિક વિભાગના ૭૦ વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ હતો. વકતૃત્વ સ્પર્ધામાં પ્રથમ-વિરેન્દ્ર, દ્વિતીય-કૃપાલ, તૃતિય-પાર્થ તથા નિબંધ લેખનમાં પ્રથમ-નિરવ, દ્વિતીય-પ્રિન્સ, તૃતિય-મિતરાજસિંહ અને ચિત્ર સ્પર્ધામાં પ્રથમ-હેત, દ્વિતીય-આયરીન, તૃતિય-કૃણાલએ સ્થાન મેળવ્યું હતું.

- text

સ્પર્ધાના સંચાલક ગામીભાઈ દ્વારા તમામ સ્પર્ધાઓને અનુરૂપ માર્ગદર્શન આપવામાં આવેલ હતું. શાળાના સંચાલક જયંતીભાઈ બારૈયા એ આ સ્પર્ધાનું શાળા માં આયોજન કરવા બદલ ગામીભાઈનો ખુબ ખુબ આભાર માનેલ હતો. સ્પર્ધામાં ૧ થી 3 નંબર મેળવેલ વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર તથા મોમેન્ટો એનાયત કરવામાં આવેલ તેમજ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપવામાં આવેલ હતા.

- text