પાટણ જિલ્લામાંથી ગુમ થયેલ યુવતીને શોધી કાઢતી ટંકારા પોલીસ

- text


ટંકારા : ગુમસુધા વ્યક્તિઓને શોધી કાઢવા જિલ્લા પોલીસવડા દ્વારા આપવામાં આવેલી સૂચના અન્વયે ટંકારા પોલીસે પાટણ જિલ્લામાંથી ગુમ થયેલ યુવતીને શોધી કાઢી હતી.

આજરોજ ટંકારા પોલીસ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન કાકોશી પોલીસ સ્ટેશન જી.પાટણથી ગુમ થનાર અંજલીબેન રમેશજી બાબુજી ઉવ.૧૯ રહે.વાનાસણ તા.સિધ્ધપુર જી.પાટણ વાળી ટંકારા તાલુકાના મિતાણા ગણેશપર રોડ ઉપર બાલાજી ફાર્મ પાસે હોવાની બાતમી મળતા ઉપરોકત જગ્યાએ જઇ ખરાઇ કરતા કાકોશી પોલીસ સ્ટેશન જી.પાટણ જાણવા જોગ રજી.નં.૬/૨૦૨૨ તા.૨૬/૦૨/૨૨ ના કામે ગુમ થનાર અંજલીબેન રમેશજી બાબુજી ઉવ.૧૯ રહે. વાનાસણ તા.સિધ્ધપુર જી.પાટણ વાળી મળી આવતા તેમને હસ્તગત કરી ટંકારા પોલીસ સ્ટેશન લાવી આગળની ઘટતી કાર્યવાહી કરવા કાકોશી પોલીસ સ્ટેશન જી પાટણને જાણ કરવામાં આવી હતી.

- text

આ કામગીરી ટંકારા પીએસઆઇએસ.એમ.રાણા, નેકનામ ઓ.પી  પો.હેડ.કોન્સ.આઇ.ટી.જામ,પો.કોન્સ.અનિલભાઇ પરમાર તથા સાગરભાઇ સહિતના પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.

- text