મોરબીમાં 8મીથી શક્તિ મેળો યોજાશે

- text


મેળામાં ભાગ લેવા મહિલાઓ 28મી સુધી ફી ભરી શકશે

મોરબી : મોરબીમાં શક્તિ મેળો એટલે કે પ્રદર્શન સહ વેચાણ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં સ્ટોલ નાખવા માટે ઓનલાઈન અરજી કરેલ મહિલાઓએ ફી ભરવાની છેલ્લી તા.28 નક્કી કરવામાં આવી છે.

- text

મોરબીમાં શક્તિ મેળો તા.08/03/2022 થી તા.17/03/2022 સુધી યોજાવાનો છે.આ શક્તિ મેળો એટલે કે પ્રદર્શન સહ વેચાણ મેળામાં ભાગ લેવા માટે ઓનલાઈન અરજી કરેલ મહિલાઓ છેલ્લી તા.28ના સાંજના 6 કલાક સુધી ફી ભરી શકશે.મહિલા આર્થિક વિકાસ નિગમ લી ગાંધીનગર કચેરી ખાતે ફી રૂ.2000 ભરવાની રહેશે.આ ઉપરાંત મેળામાં ભાગ લેવા નામની નોંધણી તથા ફી ભરવા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી-મોરબી,જિલ્લા પંચાયત ભવન,રૂમ નંબર 140,સો-ઓરડી,શોભેશ્વર રોડ,મોરબીનો સંપર્ક કરવો.શક્તિ મેળોમાં જે મહિલાઓને સ્ટોલ રાખવાનો હોય તેઓ http://mela.gwedc.gov.in/લિંક પરથી રજીસ્ટ્રેશન કરી શકશે. તેમ યાદીમાં જણાવાયું છે.

- text