26 ફેબ્રુઆરી : જાણો.. વિવિધ જણસીઓના મોરબી માર્કેટ યાર્ડના બજાર ભાવ

- text


સૌથી વધુ કપાસ તથા સૌથી ઓછી સોયાબીનની આવક થઇ : સૌથી નીચો ભાવ ઘઉંનો અને સૌથી ઊંચો ભાવ જીરુંનો રહ્યો

મોરબી : મોરબી માર્કેટ યાર્ડમાં આજે તા. 26 ફેબ્રુઆરીના રોજ સૌથી વધુ કપાસ તથા સૌથી ઓછી સોયાબીનની આવક થઇ છે. તેમજ સૌથી નીચો ભાવ ઘઉંનો અને સૌથી ઊંચો ભાવ જીરુંનો રહ્યો છે. મોરબી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના વિવિધ જણસીઓના આજના નક્કી કરાયેલા 20 કિલોગ્રામના ભાવ જોઈએ.

મોરબી માર્કેટ યાર્ડમાં કપાસની 2327 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ. 1550 અને ઊંચો ભાવ રૂ. 2030, ઘઉંની 121 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ. 420 અને ઊંચો ભાવ રૂ. 480, મગફળી (ઝીણી) 53 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ. 900 અને ઊંચો ભાવ રૂ. 1152, જીરુંની 350 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ. 2550 અને ઊંચો ભાવ રૂ. 4270, રાઈની 107 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ. 1010 અને ઊંચો ભાવ રૂ. 1157, જુવારની 9 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ. 462 અને ઊંચો ભાવ રૂ. 530, તુવેરની 227 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ. 1000 અને ઊંચો ભાવ રૂ. 1170 છે.

- text

વધુમાં, અડદની 24 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ. 751 અને ઊંચો ભાવ રૂ. 1259, એરંડાની 205 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ. 1100 અને ઊંચો ભાવ રૂ. 1358, રાયડાની 215 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ. 1076 અને ઊંચો ભાવ રૂ. 1221, સોયાબીનની 4 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ. 1142 અને ઊંચો ભાવ રૂ. 1299 તથા ધાણાની 12 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ. 800 અને ઊંચો ભાવ રૂ. 1677 છે. જ્યારે તલ, મગફળી (જાડી) અને કાળા તલની આવક નોંધાઈ નથી.

- text