મોરબી વિશિપરામાં જુગાર રમતા આઠ ઝડપાયા

- text


સિટી બી ડિવિઝન પોલીસે રોકડા રૂપિયા 28,300 કબજે કર્યા

મોરબી : મોરબી સિટી બી ડિવીઝન પોલીસે બાતમીને આધારે વિશિપરા વિસ્તારમાં દરડો પાડી જાહેરમાં જુગારની મજા લેતા આઠ જુગારીઓને ઝડપી લઈ રૂપિયા 28,300ની રોકડ રકમ જપ્ત કરી જુગારધારા અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.

- text

પ્રાપ્ત વિગતો મુજબ વિશિપરા વિસ્તારમાં જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા કિશોરભાઇ જીવરાજભાઇ કગથરા, અનીલભાઇ ધનજીભાઇ મોરવાડીયા, રૂપેશભાઇ ધીરૂભાઇ જખવાડીયા, અનીલભાઇ ગીરધરભાઇ વરાણીયા, જયેશભાઇ જેરામભાઇ વરાણીયા, રવિભાઇ વેરશીભાઇ કગથરા, અમીતભાઇ બાબુભાઇ ઝીઝવાડીયા શનિભાઇ ધીરૂભાઇ જખવાડીયાને ઝડપી લઈ રોકડા રૂપિયા 28,300 કબ્જે કરી આઠેય વિરુદ્ધ જુગારધારા અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.

- text