માધાપરવાડી શાળામાં ગામની સૌથી વધુ ભણેલી દીકરીના હસ્તે ધ્વજવંદન

- text


મોરબી : ગણતંત્ર દિવસ નિમિતે માધાપરવાળી કન્યા શાળામાં ધ્વજવંદન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.ગામની સૌથી વધુ ભણેલી દીકરી અને સરપંચના હસ્તે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું.તથા ગામની સૌથી વધુ ભણેલી દીકરીનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.

પ્રજાસત્તાક પર્વ એટલે લોકો માટેની લોકો દ્વારા ચાલતી શાસન પ્રણાલી અમલમાં આવવી.આજના દિવસે ભારત દેશના બંધારણનો અમલ થયો હતો. મોરબીના માધાપરવાડી કન્યા શાળામાં 73માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં કોરોના ગાઈડલાઈનને ધ્યાને રાખવામાં આવી હતી.
સરકારના આદેશ અન્વયે ગામની સૌથી વધુ ભણેલી દીકરી નર્મદાબેન કાળુભાઈ પરમાર અને સરપંચ ડો.ગણેશભાઈ નકુમના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.

- text

આ પ્રસંગે શાળાના આચાર્ય દિનેશભાઈ વડસોલાએ જણાવ્યું હતું કે આજે દેશભક્તિ કરતા દેશ સેવાની ખૂબ જરૂર છે.ટ્રાફિકના નિયમોનું પાલન કરીએ,સ્વચ્છતા જાળવીએ,પાણીનો બચાવ કરીએ,સારું બોલીએ,સરકારી મિલકતનું જતન કરીએ,નાગરિક તરીકેની ફરજને સમજીએ એ પણ એક દેશ સેવા છે.ત્યારબાદ જેમના વરદ હસ્તે ધ્વજ લહેરવામાં આવ્યો એ દીકરી નર્મદાબેન કાળુભાઈનું સરપંચ દ્વારા સન્માનપત્ર અર્પણ કરવામાં આવ્યું હતું.એ દીકરીએ પોતાના વક્તવ્યમાં પોતાની સફળતાનો યશ પોતાના માતા-પિતાને આપ્યો હતો અને દીકરીઓને ખૂબ ભણવાની સોનેરી સલાહ આપી હતી.સમગ્ર કાર્યક્રમ ખુબજ સાદગી પૂર્ણ રીતે સંપન્ન થયો હતો.

- text