આમરણ જીવાપર વચ્ચે નવા રોડ ઉપર કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારીથી ઇકો પલટી

- text


 

નવા બનેલા રોડની બન્ને સાઈડોમાં ભરતી ન ભરતા રોડની કડ જીવલેણ અકસ્માતો સર્જી રહી છે

મોરબી : મોરબી બગથળા આમરણ વચ્ચે બનેલા નવા નક્કોર રોડ ઉપર કોન્ટ્રાકટર દ્વારા સાઈડો ભરવામાં ન આવતા આજે સાંજે એક ઇકો ગાડી રોડની કડ ન ચડી શકતા પલટી મારી ગઈ હતી. જો કે આ અકસ્માતમાં ઇકો કારમાં ચાર મુસાફરો બેઠા હોવા છતાં કોઈ જાનહાની થઈ ન હતી.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી બગથળા આમરણ રોડ તાજેતરમાં જ બનાવવામાં આવ્યો છે. આ રોડનું કામ પૂર્ણ થવા છતાં હજુ સુધી કોન્ટ્રાકટર દ્વારા રોડની બન્ને સાઇડોમાં મોરમ ભરતી ન ભરવામાં આવતા રોડની કડમાં નાના મોટા વાહનો ફસાઈ જાય છે અને અકસ્માતો રોજિંદા બન્યા છે ત્યારે આજે એક ઇકો ગાડી પણ રોડની કડમાં ઉતરી ગયા બાદ રોડ ઉપર ન ચડી શકતા વીજપોલ સાથે ટકરાઈ પલટી ગઈ હતી.

- text

નોંધનીય છે કે રોડનું કામ પૂર્ણ થતાં રાજકીય આગેવાનો અને જિલ્લા પંચાયત સદસ્ય દ્વારા અવાર નવાર આ જીવલેણ રોડની કડ બુરવા તાકીદ કરવામાં આવી છે છતાં કોન્ટ્રાક્ટરે કોઈ દાદ આપી નથી.

વધુમાં રઝાકભાઈ નામના ડ્રાઇવર ઇકો ગાડી ચલાવતા હોવાનું અને ઇકો કારમાં ચાર પેસેન્જર બેઠેલા હોવાનું જાણવા મળે છે. જો કે આ અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી.

- text