બાળકો-શ્રમિકોને ભોજન કરાવી જન્મદિવસની ઉજવણી

- text


ટંકારા ભાજપ પ્રમુખના પુત્ર દ્વારા જન્મદિવસની અનેરી ઉજવણી

ટંકારા : ટંકારા ભાજપ પ્રમુખના પુત્રએ પોતાના જન્મદિવસે શહેરના ભાગોળે રહેતા બાળકો અને ફેક્ટરીમાં કામ કરતા શ્રમિકોને શુધ્ધ ઘીના લાડું અને ગાંઠિયા ખવડાવી જન્મદિવસ ઉજવ્યો હતો.

- text

ટંકારા ભાજપ પ્રમુખ કિરીટ અંદરપાનો પુત્ર આર્યન અંદરપાના જન્મદિવસે બાળકો અને ફેક્ટરીમાં કામ કરતા શ્રમિકોને શુધ્ધ ઘીના લાડું અને ગાંઠિયા ખવડાવી જન્મદિવસ ઉજવ્યો હતો.માતા જયશ્રીબેન,પિતા કિરીટભાઈનો લાડકવાયો આર્યન પ્રજ્ઞાચક્ષુ હોય પરંતુ તે હાલ T.Y B.A.(English Medium)નો અભ્યાસ વડોદરા ખાતે આવેલ M.S.University માં કરે છે. તથા Computer Programming અને Android Development પણ શીખે છે. તેના દ્વારા ઓનલાઇન Programingના ક્લાસ પણ ચલાવવામાં આવી રહ્યા છે.

- text