મોરબીમાં અંધારા ઉલેચી ગંદકીની સમસ્યામાંથી પ્રજાને મુક્ત કરો : કોંગ્રેસ

- text


ભાજપના સદસ્યો અને અધિકારીઓની મિલીભગતનો આરોપ : પ્રાથમિક સુવિધા મુદ્દે પ્રજા પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ નહીં આવે તો આંદોલનની ચીમકી

મોરબી : મોરબી શહેરની પ્રજાના તમામ પ્રશ્નને વાચા આપવા જિલ્લા કોંગેસ સમિતિના પ્રમુખે નગરપાલિકાના ચીફ ઓફિસરને રજૂઆત કરી છે કે શહેરના રસ્તાનું મરામત કરાવવું,ગંદકી દૂર કરાવવી,લાઈટના પ્રશ્નો વગેરેનો ઉકેલ વહેલી તકે લાવવા માંગ કરી છે. સાથે જ ભાજપના પદાધિકારીઓ અને અધિકારીઓની સાંઠગાંઠ અંગે પણ આરોપ લગાવી પ્રજાના પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ નહીં આવે તો કોંગેસે પ્રજા સાથે આંદોલન કરવાની ચીમકી આપી છે.

મોરબી શહેરની પ્રજાના તમામ પ્રશ્નનું નિરાકરણ થતું નથી.મોરબી શહેરની ભુર્ગભ ગટર ઉભરાતા પાણી રોડ પર આવી જાય છે.પીવાનું પાણી ગંદુ આપી પ્રજાના આરોગ્ય સાથે ચેડાં કરે છે.શેરી ગલીમાં સ્ટ્રીટ લાઈટ ન હોવાથી અંઘકાર હોય છે.અમુક લાઈટો ચાલુ હોય તો તે ચોવીસ કલાક ચાલુ જ રહે છે.શહેરના રસ્તામાં ખાડા પડી ગયા છે.કચરાના ઢગલા ગંદકી ફેલાવે છે.મોરબી શહેરની એ ગ્રેડની ભાજપ શાસિત નગરપાલિકાની કામગીરીની પ્રજાને પ્રાથમિક સુવિધા આપવામાં નિષ્ફળ ગઈ છે. મોરબી શહેરને પ્રશ્નોત્તર પરેશાની છે.આ પ્રશ્નોનું નિરાકરણ આવે તે માટે મોરબી નગરપાલિકા કામગીરી કરવી જોઈએ.

- text

કોંગ્રેસ દ્વારા મોરબીમાં 1.ભુર્ગભ ગટર ઉભરાતા પાણી, સ્ટ્રીટ લાઈટ ન હોવાથી શેરી ગલીઓમાં અંધારા દૂર કરવા, નવા બનાવેલા રોડ રસ્તા તૂટી ગયા છે.તેની તપાસ કરાવી કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવા, ભરશિયાળે પ્રજાને પીવાના પાણીનો પુરવઠો ન મળવો, જ્યાં ત્યાં કચરાના ઢગલા દૂર કરવા,સાફ-સફાઈ નિયમીત બનાવવી, ચોવીસ કલાક ચાલુ રહેતી સ્ટ્રીટ લાઈટ બંધ કરાવવી, ભૂગર્ભ ગટરની નિયમિત સફાઈ કરાવવા માંગ ઉઠાવી છે.

આ ઉપરાંત શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ વધી જતા જે ઢોર પકડવામાં આવે છે તેનો સાચો આંકડો જાહેર કરવામાં આવતો નથી.ખોટી સંખ્યા દર્શાવવી પૈસાનો ભ્રષ્ટાચાર કરવામાં આવતો હોવાનો આરોપ લગાવી મોરબી શહેરના મુખ્ય રસ્તાઓ પર ખાડા પડી ગયા છે.જેના કારણે વારંવાર અકસ્માતો સર્જાતા હોય ખાડા પુરવા,પ્રજાને પીવાલાયક પાણી આપવું, ડોર ટુ ડોર ઉઘરાવાતા કચરાના વજનમાં પણ ભ્રષ્ટાચાર બંધ કરાવવો, સફાઈકામના નામે રોજમદારના ખાલી નામ ચલાવવાનું બંધ કરી સતાધારી ભાજપના સદસ્યોની અને અધિકારીની મિલી ભગતથી લાખો રૂપિયાનો ભષ્ટ્રાચાર અટકાવવા માંગ કરી છે.

મોરબી શહેરની એ ગ્રેડની નગરપાલિકા પ્રજાને પ્રાથમિક સુવિધા આપે અને આ તમામ પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ લાવે.અન્યથા પ્રજાને સાથે રાખી કોંગ્રેસ પક્ષ નગરપાલિકા સામે તાળા બંધી અને ગાંધી ચિંઘ્યા માર્ગે આંદોલન કરશે તેવી ચીમકી પણ રજૂઆતના અંતે આપવામાં આવી છે.

- text