થાનગઢની બાઈક ચોર બેલડી વિરુદ્ધ વધુ એક બાઈક ચોરીની ફરિયાદ

- text


છ મહિના પહેલા શક્તિ ચેમ્બર્સ નજીકથી બાઈક ચોરી જવા અંગે ફરિયાદ નોંધાઈ

મોરબી : મોરબીમાંથી હોલસેલ બાઈક ચોરી કરનાર થાનગઢની તસ્કર બેલડી વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં વધુ એક ફરિયાદ નોંધાવા પામી છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના રવાપર રોડ ઉપર ગોલ્ડન માર્કેટ સામે, ઉમીયાનગરમાં મારૂતી નંદન એપાર્ટમેન્ટમાં રહેતા મનિષભાઇ ત્રીભોવનભાઇ વડાલીયાનું રૂપિયા 25 હજારની કિંમતનું હીરો સ્પ્લેન્ડર મોટર સાયકલ શક્તિ ચેમ્બર્સના પાર્કિંગમાંથી ગત.તા.29 જૂન 2021ના રોજ ચોરાઈ ગયું હતું.

- text

બાઈક ચોરાઈ ગયા બાદ થાનગઢ પોલીસે બાઈક ચોર ગેંગને ઝડપી દોઢ ડઝનથી વધુ ચોરાઉ બાઈક કબ્જે કર્યા બાદ ગઈકાલે મનીષભાઈએ જીતેંન્દ્રભાઇ ઉર્ફે જીતુ ભરતભાઇ પારઘી અને સંજયભાઇ પ્રવીણભાઇ પરમાર, રહે. બન્ને થાનગઢ વાળાઓ વિરુદ્ધ પોતાનું બાઈક ચોરી જવા અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે બન્ને આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

- text