માળીયાના રેશનિંગના દુકાનદારોને બીલ આપવાની સૂચના આપતા મામલતદાર

- text


બીલ ન આપીને ગોલમાલ કરતા દુકાનદારોને મામલતદારે તાકીદ કરી

મોરબી : માળીયાની એક રેશનિંગની દુકાનમાં ગેરરીતિ બહાર આવ્યા બાદ મામલતદાર હરકતમાં આવ્યા છે અને તમામ દુકાનોમાં ફૂડ કુપન-બીલ ગ્રાહકોને આપવામાં આવે તે માટે માળીયા (મી) મામલતદાર ડી. સી. પરમાર દ્વારા કડક સૂચના આપવામાં આવી છે. આથી તે મુજબ તમામ જ દુકાનદારો દ્વારા બીલ આપવાનું શરૂ પણ કરેલ છે.

માળીયા મામલતદારે જણાવ્યું છે કે, રેશન કાર્ડ ધારકોમાં જાગૃતિ આવે અને લોકો પોતાને મળતા ઘઉં, ચોખા વગેરેનું બિલ માગવાનો આગ્રહ રાખશે, તો કોઈ તેમનો ગેરલાભ નહિ ઉઠાવી શકે. અનાજનો જથ્થો પૂરો મળશે. પૈસા પણ વધુ નહિ લઈ શકે.

હાલે સરકાર તરફથી રાષ્ટ્રીય અન્ન સુરક્ષા સલામતી કાયદા તળે (NFSA) અગ્રતા ધરાવતા કુટુંબો માટે પ્રતિ કિલો રૂ.૨ ના ભાવે ઘઉં તથા રૂ.૩ ના ભાવે ચોખા જનસંખ્યા મુજબ નિયત ધોરણ આપવામાં આવે છે. તથા પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના (PMGKAY) તળે તેટલું જ અનાજ વિના મૂલ્યે આપવામાં આવે છે.
પરંતુ સસ્તા અનાજના પરવાનેદાર (દુકાનદાર) બીલ ન આપીને ઓછો અનાજનો જથ્થો આપતા હોય છે વિનામૂલ્યે આપવાના અનાજના પણ પૈસા ઉઘરાવતા હોય છે. જો ફૂડ કુપન ( બીલ ) આપવામાં આવે તો જ ગ્રાહકોને સરકારની યોજનાનો સાચો લાભ મળી શકે. એટલે જ જાગો ગ્રાહક જાગો ના બેનર તળે રેશનકાર્ડ ધારક સાથે કોઈ છેતરપિંડી ન થાય તે માટે લોકો બિલનું મહત્વ સમજે તે જરૂરી છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text