સગર્ભા મહિલાની સફળતાપૂર્વક સર્જરી કરતી મોરબી સિવિલની ગાયનેક ટીમ

- text


મહિલાને ગર્ભાવસ્થાના 6 મહિના થઈ ગયા હોવાથી જીવ ઉપર જોખમ હોય પણ કાબેલ ગાયનેકની ટીમે ગર્ભાશયમાંથી 2.5 કિલોગ્રામ બગાડ કાઢી જીવ બચાવ્યો

મોરબી : મોરબી સિવિલ હોસ્પિટલના ગાયનેક વિભાગમાં એક સગર્ભા મહિલા દર્દીનો અતિશય કોમ્પ્લિકેટેડ કેસ આવ્યો હતો. જેમાં સર્ગભા મહિલા દર્દીને ગર્ભાવસ્થાના 6 મહિના થઈ ગયા હોવાથી જીવ ઉપર જોખમ ઉભું થયું હતું.પરંતુ સિવિલની કાબેલ ગાયનેકની ટીમે આ સગર્ભા મહિલા દર્દીનો અતિશય કોમ્પ્લિકેટેડ કેસની સફળતાપૂર્વક સર્જરી કરીને ગર્ભાશયમાંથી 2.5 કિલોગ્રામનો બગાડ કાઢી જીવ બચાવ્યો હતો.

મોરબી સિવિલ હોસ્પિટલના ગાયનેક વિભાગમાં 35 વર્ષના એક સગર્ભા મહિલાને અસામાન્ય બીમારી હોવાથી સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. આ સર્ગભા મહિલાનો કેસ એટલો બધો જટિલ હતો કે તેમના જીવ ઉપર જોખમ હતું જેમાં આ મહિલાના સર્ગભાવસ્થાને 6 મહિનાથી વધુ સમય થઇ ગયો હતો. આથી ગાયનેકની ટીમ દ્વારા આ સર્ગભા મહિલાના ગર્ભાવસ્થાની સોનોગ્રાફી સહિતનું નિદાન કરવામાં આવ્યું હતું જેમાં મહિલાના ગર્ભાશયમાં બાળકનો છોડ તો બની ગયો હતો પણ બાળકનું હલન ચલન બિલકુલ ન હતું.

આથી મેડિકલ ભાષામાં બહુ જ ઓછા જોવા મળતા કેસોમાનો આ એક રેર કેસ હતો.જેમાં મહિલા દર્દીની તાકીદે સર્જરીની જરૂરિયાત હોવાથી સિવિલની ગાયનેક ટીમના ડો જલ્પા રાઠોડ, ડો.ભૂમિ ડકાસણીયા, ડો.નિશિત ડઢાણીયા અને એનેસ્થેસ્ટીક ડો.માકડીયા સહિતના ટીમ દ્વારા આ જટિલ સર્જરી સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી અને મહિલાના ગર્ભાશયમાંથી 2.5 કિલોગ્રામનો બગાડ કાઢી તેમનો જીવ બચાવ્યો હતો. નોંધનીય છે કે, મોરબી સિવીલ હોસ્પિટલના ગાયનેક વોર્ડમાં દરમાસે 250 જેટલી નોર્મલ ડીલીવરી કરવામાં આવે છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text