મોરબીમા વિકાસ કામોને વેગ અપાશે : નગરપાલિકા

- text


ભારતીય જનતા પાર્ટીના કાઉન્સિલરો દ્વારા એકસૂત્રતા સાથે વિકાસ કામોને વેગવાન બનાવાયા હોવાનો દાવો

મોરબી : મોરબી નગરપાલિકામાં બહુમતીવાળી ભારતીય જનતા પક્ષની સરકાર રચાયા બાદ શહેરના જુદા-જુદા વિકાસના કામો વેગવાન બનાવ્યા હોવાનું પાલિકાના સત્તાધીશોએ એક યાદીમાં જણાવી નાગરિકોને પડતી સમસ્યાઓનું ટુક સમયમાં જ નિરાકરણ આવશે તેવો દાવો કરવામાં આવ્યો છે.

આ અંગે એક યાદીમાં જણાવ્યા મુજબ મોરબી નગરપાલિકાના ચટાયેલા સદસ્યો દ્વારા રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજા, સાંસદ મોહનભાઈ કુંડારીયા,સાંસદ વિનોદભાઈ ચાવડા,મોરબી જીલ્લા પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા,મોરબી શહેર પ્રમુખ લાખાભાઈ જારીયાના સંયુક્ત પ્રયાસો થકી વિકાસના કાર્યોમાં ગતી લાવી હરણફાળ ઝડપે વિકાસ કાર્યો થઇ રહ્યા છે.

સરકારમાંથી જુદી-જુદી કરોડો રૂપિયાની ગ્રાન્ટ આવતા આ વિકાસ કામો પ્રગતિમાં છે.જેમાં મુખ્યત્વે મોરબી નગરપાલિકા વિસ્તારમાં સી.સી.રોડના રૂ.૭૬૨.૪૬ લાખના ૧૯ કામો પૂર્ણ કરેલ છે તથા રૂ૨૦૮૬.૯૯ લાખના ૨૦ કામો પ્રગતી હેઠળ છે તેમજ મોરબી નગરપાલિકા વિસ્તારમાં સ્ટ્રોમ વોટર ડ્રેનેજના રૂ.૩૮૫.૬૧ લાખના ૭ કામો પૂર્ણ કરેલ છે.આ ઉપરાંત ગોકુળનગર મેઈન રોડ પર ડામર રોડનું કામ થઇ શકે તેમ ન હોય તેથી સી.સી.રોડ બનાવવા માટે મંજુર થઇ ગયેલ છે.તેવું મોરબી નગરપાલિકાના પ્રમુખ કુસુમબેન કે.પરમાર તથા ઉપપ્રમુખ જયરાજસિંહ એન.જાડેજાની યાદીમાં જણાવાયુ છે.

- text

આમ મોરબીના વિકાસ માટે કાઉન્સીલરોની ટીમ એકસુત્રતાથી પુરજોશમાં કામ કરી રહેલ છે. મંત્રી બ્રિજેશભાઈ મેરજા દ્વારા થયેલ મોટાભાગના ખાતમુહુર્તના કામો પુરજોશમાં ચાલુ છે.કયાંક વહીવટી કે ટેકનીકલ કારણોસર કામો વિલંબીત થયા હોય તો પણ તે ક્ષતિ નિવારીને લોકો માટે સુખાકારી, સુવીધા અને વિકાસ માટે નગરપાલિકા તંત્ર કટિબદ્ધ છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text