મોરબીના અનસ્ટોપેબલ વોરિયર્સ ગ્રુપ દ્વારા મહિલાઓને સ્વરોજગાર અંગે માર્ગદર્શન અપાયું

- text


મોરબી : મોરબીના અનસ્ટોપેબલ વોરિયર્સ ગ્રુપ દ્વારા મહિલાઓને સ્વરોજગાર અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

મોરબીમાં આવેલ અનસ્ટોપેબલ વોરિયર્સ ગ્રુપ દ્વારા ભક્તિનગર અને ઇન્દિરાનગર સોસાયટીની જરૂરિયાતમંદ મહિલાઓ માટે સ્વરોજગાર તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તેઓને છેલ્લા એક મહિનાથી માચીવર્ક જેવા ગૃહ ઉદ્યોગ વિશેની માહિતી અને તાલીમ આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મહિલાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

જેમાં અનસ્ટોપેબલ વોરિયર્સ ટીમ તરફથી હેતલ પટેલ, મનીષાબેન, પ્રીતિબેન, મીનાબેન, ગીતાબેન, ભાવિનીબેન, જાગૃતિબેન, વનીતાબેન, પ્રિયાબેન, કિંજલબેન, હર્ષાબેન, રીટાબેન સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text