દેણું વધી જતા આંગળીયા પેઢીના કર્મચારીએ જ લૂંટનું નાટક કર્યાનો ધડાકો

- text


હળવદ આંગળીયા કર્મચારીને ધોળેદહાડે લૂંટી જવાના બનાવામાં પોલીસે ગણતરીની કલાકોમાં ભેદ ઉકેલી નાખ્યો : પોલીસે ત્રીજું નેત્ર ખોલતા આંગળીયા કર્મી પોપટ બની ગયો

હળવદ : હળવદ શહેરની મધ્યમાં આજે બરબપોરે એસબીઆઈ બેન્ક સામે પીએમ આંગળિયા પેઢીના કર્મચારીને તમારી ગાડીમાંથી ઓઇલ ઢોળાતું હોવાનું કહી રૂપિયા 40 લાખની લૂંટ ચલાવવાના બનાવમાં પોલીસે ગણતરીની કલાકોમાં જ ભેદ ઉકેલી નાખ્યો છે. પોતાના ઉપર દેણું વધી જતા આંગળીયા પેઢીના કર્મચારીએ જ લૂંટનું તરકટ રચ્યું હોવાનું સ્પષ્ટ બનતા પોલીસે પણ હાશકારો અનુભવ્યો છે.

હળવદ સહીત મોરબી જિલ્લામાં ચકચાર જગાવનાર ઘટનાની વિગતો જોઈએ તો હળવદ પીએમ આંગળીયા પેઢીમાં કામ કરતા વાંકાનેરના અમરગીરી ગૌસ્વામી નામના કર્મચારી પોતાની કારમાં રૂપિયા 40 લાખની રકમ લઈને નીકળ્યા ત્યારે હળવદ શહેરમાં એસબીઆઈ બેન્ક નજીક અજાણ્યા શખ્સે તમારી કારમાંથી ઓઇલ ઢોળાઈ છે તેવું કહેતા આ કર્મચારી કારની નીચે ઉતરતા ગઠિયો રૂપિયા 40 લાખ ભરેલો થેલો લઈ પલાયન થઇ ગયો હોવાનું અમરગીરી ગૌસ્વામીએ જાહેર કરતા હળવદ પોલીસ દોડતી થઈ ગઈ હતી અને મોરબી એલસીબી સહિતનો પોલીસ કાફલો તાબડતોબ હળવદ પહોંચી ગયો હતો.

- text

બીજી તરફ લૂંટ તફડંચીના ભેદભરમવાળા આ કેસમાં ફરિયાદી આંગડિયા કર્મચારી જ શંકાના પરિઘમાં આવતા પોલીસે યુક્તિ-પ્રયુક્તિથી ઉલટ તપાસ શરુ કરી હતી પરંતુ વાંકાનેરના અંગળીયા પેઢીના કર્મચારીએ ઓઇલ ઢોળાવાની કેસેટ વગાડવાનું ચાલુ રાખતા પોલીસે ત્રીજું નેત્ર ખોલતા જ આંગળિયા કર્મચારી અમરગીરી ગૌસ્વામી પોપટ બની ગયો હતો અને પોતાના ઉપર દેણું વધી ગયું હોય નાના ચોરાઈ જવાનું તરકટ રચ્યાની કબૂલાત આપતા પોલીસે ફરિયાદીને જ આરોપી બનાવી કાનૂની કાર્યવાહી શારુઇ કરી આ તફડંચીમાં કોણ-કોણ સામેલ છે તે અંગેની તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text