ટંકારાના ધ્રુવનગર ગામે બાળકોને અંગ્રેજી વિષયના વિનામૂલ્યે વર્ગો

- text


ગંગા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા બાળકોને કડકડાટ ઈંગ્લીશ બોલતા કરવા આયોજન

ટંકારા : ટંકારા તાલુકાના ધ્રુવનગર ગામે ગંગા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ગુજરાતી માધ્યમના ધોરણ 4થી 9નાં બાળકો પણ કડકડાટ ઈંગ્લીશ બોલતા થઈ શકે તે માટે એક વર્ષ સુધી વિનામૂલ્યે અંગ્રેજી ભાષાના ટ્યુશન કરાવવામાં આવશે.

ગંગા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્રારા ધ્રુવનગર મુકામે ધોરણ 4થી 9નાં બાળકોને નિ:શુલ્ક અંગ્રેજી ટ્યુશન ક્લાસનું ઉદ્ઘાટન ટ્રસ્ટી દેવકરણભાઈ ભટાસણા દ્વારા કરવામાં આવેલ છે. આ સાથે જ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપવામાં આવેલ હતી. જેમાં ગુજરાતી માધ્યમમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને અંગ્રેજી ભાષાના પાયાકિય સચોટ જ્ઞાન પ્રાપ્ત કરાવાવાના આશયથી તારીખ 21 ડિસેમ્બર, 2021થી 20 ડિસેમ્બર, 2022 સુધી બાળકોને દરરોજ સાંજે 1 કલાક અભ્યાસ માટે ફ્રી ટ્યુશન ચાલુ કરેલ છે.

- text

બાળકોને અભ્યાસની સાથે સાથે અલગ-અલગ પ્રવુતિઓ, રમતગમત, ક્વીઝનું પણ આયોજન પણ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે હાલ 43 જેટલા બાળકો આ અભ્યાસ વર્ગમાં ભાગ લઈ રહ્યા છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text