મોરબીમાં તા.૩૦મીએ વિરદાસબાપુની ૧૭મી પુણ્યતિથી ઉજવાશે

- text


મોરબી : મોરબીમાં વિરદાસબાપુની ૧૭મી પુણ્યતિથી આગામી તા.30ના રોજ મોરબીના વરીયા મંદિર મુકામે ઉજવવામાં આવશે.જેમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.આ ઉજવણીમાં વરિયા પ્રજાપતિ સમાજને જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

ઠાકર ભજન મંડળ મોરબી,જય ગુરૂદેવ ગ્રૃપ મોરબી,વરિયા મહિલા ધુન મંડળ મોરબી આયોજીત અને સમગ્ર વરીયા પ્રજાપતિ સમાજના સાથસહકારથી વરીયા મંદિર મોરબીના વિરદાસબાપુની ૧૭મી પુણ્યતિથી ઉજવવામાં આવશે.આગામી તા.૩૦ને ગુરુવારના રોજ ધર્મોલ્લાસ સાથે મેહુલદાસ બાપુ (નકલંકધામ-હડમતીયા) જયરાજનાથ બાપુ (મોરબી)ની ઉપસ્થિતિમાં મોરબીના વરીયા મંદિર મુકામે યોજાનાર છે.જેમાં સર્વે વરિયા પ્રજાપતિ સમાજને ભાવભર્યું આમંત્રણ આપવામાં આવ્યું છે.

વિરદાસબાપુની ૧૭મી પુણ્યતિથીની ઉજવણી અંતર્ગત યોજાનાર કાર્યક્રમોમાં તા.30ના રોજ સવારે 8:30 કલાકે પંચકુંડી વાતાવરણ શુદ્ધિ યજ્ઞ કરવામાં આવશે જેમાં વરિયા પ્રજાપતિ સમાજના કોઈપણ વ્યક્તિ બેસી શકશે. જેનો કોઈ ચાર્જ લેવામાં આવશે નહીં જે લોકો આ યજ્ઞમાં બેસવા ઇચ્છતા હોય તેઓએ સમયસર ઉપસ્થિત રહેવા જણાવાયું છે.

આ ઉપરાંત સવારે ૧૦ થી ૧૨ વાગ્યા સુધી રામધૂન રાખવામાં આવી છે. બપોરે ૩ થી ૫ વાગ્યા સુધી સત્યનારાયણ ભગવાનની કથા રાખેલ છે.સાંજે ૪ કલાકે બટુક ભોજન અને મહાઆરતી સાંજે ૬ કલાકે કરવામાં આવશે.મહાઆરતીમાં દરેક ભાઈઓ-બહેનો જોડાઈ શકે છે. આ આરતીમાં જોડાવવા માટે દરેકે પોતાના ઘેરથી આરતીની થાળી તૈયાર કરીને લાવવાની રહેશે.આરતી બાદ સાંજે ૬:૩૦ કલાકે મહાપ્રસાદ લઇ શકશે.આ મહાપ્રસાદમાં સમગ્ર વરીયા પ્રજાપતિ સમાજ ઉંબરાદિઠ એક વ્યક્તિ પ્રસાદ લઇ શકશે.

- text

રાત્રે ૯:૩૦ કલાકે સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં ભજનીક રસીક મહારાજ થાનગઢ, અશોકભાઈ પ્રજાપતિ થાનગઢ, નટુભાઈ પ્રજાપતિ મોરબી, શંકરભાઇ પ્રજાપતિ મોરબી અને સાહિત્યકાર અશ્વિનભાઇ બરાસરા મોરબી, અક્ષયભાઈ પ્રજાપતિ રાજકોટ ઉપસ્થિત રહેશે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text